Indian Railways: રેલવે મુસાફરો સાવધાન: ગાંધીધામ-પુરી ટ્રેન 60 દિવસ માટે સાક્ષી ગોપાલ સુધી જ દોડશે, જાણો વિગતો

Indian Railways: ભારતીય રેલવે દ્વારા વિવિધ બદલાવ અને કામગીરી દરમ્યાન રેલવેના પ્રવાસીઓને માહિતી અપાતી હોય છે. જેથી પ્રવાસીઓને ટ્રેનમાં જતા કોઈ બદલાવની જાણ તેમને થતી રહે છે. પૂર્વ તટ રેલવેના ખુર્દા રોડ મંડળ હેઠળ આવતા પુરી સ્ટેશન પર હાલમાં પ્લેટફોર્મ અપગ્રેડેશનનું મહત્વનું કામ હાથ ધરવામાં આવ્યું છે. રેલવે તંત્ર દ્વારા આ આધુનિકીકરણના કાર્ય માટે કુલ 60 દિવસોનો મેગા બ્લૉક લેવામાં આવ્યો છે.
આ બ્લૉકની સીધી અસર ગુજરાતથી ઓડિશા જતી ગાંધીધામ-પુરી સાપ્તાહિક એક્સપ્રેસ ટ્રેનો પર પડશે. રેલવેના સત્તાવાર સૂત્રોના જણાવ્યા અનુસાર, માર્ચથી મે 2026 સુધી આ ટ્રેનો પુરી સ્ટેશનને બદલે સાક્ષી ગોપાલ સ્ટેશન સુધી જ દોડશે અને ત્યાંથી જ પરત ફરશે.
કઈ ટ્રેનોના રૂટમાં ફેરફાર થયો?
મુસાફરોની જાણકારી માટે આંશિક રીતે રદ થયેલી ટ્રેનોની યાદી નીચે મુજબ છે:
ગાંધીધામ-પુરી એક્સપ્રેસ (ટ્રેન નં. 12993): આ ટ્રેન 13, 20, 27 માર્ચ; 3, 10, 17, 24 એપ્રિલ અને 1, 8 મે 2026 ના રોજ પુરીને બદલે સાક્ષી ગોપાલ સ્ટેશન પર શોર્ટ ટર્મિનેટ થશે.
પુરી-ગાંધીધામ એક્સપ્રેસ (ટ્રેન નં. 12994): આ ટ્રેન 16, 23, 30 માર્ચ; 6, 13, 20, 27 એપ્રિલ અને 4, 11 મે 2026 ના રોજ પુરીને બદલે સાક્ષી ગોપાલ સ્ટેશનથી ઉપડશે (શોર્ટ ઓરિજિનેટ).
ગાંધીધામ-પુરી એક્સપ્રેસ (ટ્રેન નં. 22973): આ ટ્રેન 11, 18, 25 માર્ચ; 1, 8, 15, 22, 29 એપ્રિલ અને 6, 13 મે 2026 ના રોજ સાક્ષી ગોપાલ સ્ટેશન સુધી જ જશે.
પુરી-ગાંધીધામ એક્સપ્રેસ (ટ્રેન નં. 22974): આ ટ્રેન 14, 21, 28 માર્ચ; 4, 11, 18, 25 એપ્રિલ અને 2, 9, 16 મે 2026 ના રોજ સાક્ષી ગોપાલ સ્ટેશનથી દોડશે.
રેલવે વહીવટી તંત્ર દ્વારા યાત્રીઓને વિનંતી કરવામાં આવી છે કે તેઓ પોતાની યાત્રાનું આયોજન આ ફેરફારોને ધ્યાનમાં રાખીને કરે. મુસાફરો ટ્રેનના સમય અને સંરચનાની વધુ વિગતો માટે ભારતીય રેલવેની સત્તાવાર વેબસાઈટ www.enquiry.indianrail.gov.inની મુલાકાત લઈ શકે છે.

