Skip to main content
કેટેગરી લોડ થઈ રહી છે...
All Categories
  • કેટેગરી લોડ થઈ રહી છે...
હોમ / ગુજરાત / સુરત : https://video-surat-motavarachha-accident-update

VIDEO: સુરતના મોટા વરાછામાં 2 બાઈક વચ્ચે સર્જાયો ગમખ્વાર અકસ્માત, સમગ્ર ઘટના CCTVમાં કેદ

Timeછેલ્લું અપડેટ : 05 Mar 2026
લાઇવ ટીવીGoogle News
સોર્સ : GSTV

VIDEO: સુરત શહેરમાં માર્ગ અકસ્માતોની સંખ્યામાં સતત વધારો થઈ રહ્યો છે, ત્યારે વધુ એક કાળજું કંપાવતી ઘટના મોટા વરાછા વિસ્તારમાંથી સામે આવી છે. મોટા વરાછાના દુખીયાના દરબાર રોડ પર બે મોટરસાયકલ વચ્ચે થયેલા ગંભીર અકસ્માતમાં એક વ્યક્તિએ પોતાનો જીવ ગુમાવ્યો છે.

App Store

જાણો આખો મામલો 
મળતી માહિતી અનુસાર, સુરત શહેરમાં આવેલા મોટા વરાછાના વ્યસ્ત ગણાતા દુખિયાના દરબાર રોડ પર બે બાઈક સવારો વચ્ચે સામસામે ભયાનક ટક્કર થઈ હતી. આ અકસ્માત એટલો જોરદાર હતો કે બંને બાઈક ચાલકો ગંભીર રીતે ઈજાગ્રસ્ત થયા હતા. ટક્કર લાગતાની સાથે જ એક બાઈક ચાલક હવામાં ફંગોળાઈને દૂર ફેંકાયો હતો, જ્યારે બીજો ચાલક પોતાની બાઈક પર જ બેભાન અવસ્થામાં ઢળી પડ્યો હતો.

CCTV ફૂટેજ આવ્યા સામે
અકસ્માતની આ સમગ્ર ઘટના નજીકમાં લાગેલા CCTV કેમેરામાં કેદ થઈ ગઈ છે. વીડિયોમાં સ્પષ્ટ જોઈ શકાય છે કે બંને બાઈકોની ગતિ વધુ હોવાને કારણે આ ટક્કર ‘ભેસાણ’ સાબિત થઈ હતી. અકસ્માત થતા જ આસપાસના લોકો દોડી આવ્યા હતા અને તાત્કાલિક બંને ઈજાગ્રસ્તોને સારવાર માટે નજીકની હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા.

એકનું કરુણ મોત
હોસ્પિટલમાં સારવાર દરમિયાન ગંભીર રીતે ઈજાગ્રસ્ત થયેલા એક બાઈક ચાલકનું ટૂંકી સારવાર બાદ મોત નીપજ્યું છે, જ્યારે બીજા ચાલકની હાલત પણ નાજુક હોવાનું જાણવા મળી રહ્યું છે. આ ઘટનાની જાણ થતા જ ઉત્રાણ પોલીસ કાફલો ઘટનાસ્થળે પહોંચ્યો હતો અને CCTV ફૂટેજના આધારે ગુનો નોંધી આગળની તપાસ હાથ ધરી છે.