Skip to main content
કેટેગરી લોડ થઈ રહી છે...
All Categories
  • કેટેગરી લોડ થઈ રહી છે...
હોમ / ગુજરાત / ગાંધીનગર : https://Gandhinagar/khoraj-village-ramleela-2026

VIDEO: ગાંધીનગરના ખોરજમાં ધૂળેટીના પર્વે 70 વર્ષ જૂની ‘રામલીલા’ની પરંપરા જીવંત, લોકમેળો ઉમટ્યો

Timeછેલ્લું અપડેટ : 05 Mar 2026
લાઇવ ટીવીGoogle News
સોર્સ : GSTV

VIDEO: ગાંધીનગર જિલ્લાના ખોરજ ગામમાં દર વર્ષની જેમ આ વર્ષે પણ ધૂળેટીના પર્વ નિમિત્તે પરંપરાગત ‘રામલીલા’નું ભવ્ય આયોજન કરવામાં આવ્યું હતું. છેલ્લા 70 વર્ષોથી સતત ચાલી આવતી આ પરંપરાએ આજે પણ ગ્રામીણ સંસ્કૃતિને જીવંત રાખી છે. ગામના જોગણી માતાના મંદિર આગળ આયોજિત આ કાર્યક્રમમાં વહેલી સાંજથી જ ભક્તિ અને મનોરંજનનો ત્રિવેણી સંગમ જોવા મળ્યો હતો.

App Store

સુંદર વેશભૂષા અને જ્ઞાતિ ગંગાનું સંગમ
જૂના ખોરજ ગામની આ રામલીલાની વિશેષતા એ છે કે તેમાં ગામના ઠાકોર, પટેલ, પ્રજાપતિ અને દેસાઈ સહિતની તમામ જ્ઞાતિના બાળકો, યુવાનો અને વડીલો હોંશભેર ભાગ લે છે. ઢોલના તાલે રામ, લક્ષ્મણ, જાનકી અને હનુમાનજીના સુંદર પહેરવેશમાં સજ્જ પાત્રોએ ગ્રામજનોને મંત્રમુગ્ધ કર્યા હતા. આ પ્રસંગે વિવિધ વેશભૂષાના માધ્યમથી રામાયણના પ્રસંગો જીવંત કરવામાં આવ્યા હતા.

રમુજી પાત્રો અને રાવણની એન્ટ્રી
ગંભીર પ્રસંગોની વચ્ચે લોકોના મનોરંજન માટે જોકર, ટપાલી અને ડોસીમા જેવા રમુજી પાત્રો પણ આકર્ષણનું કેન્દ્ર બન્યા હતા, જેમણે પ્રેક્ષકોને હસાવીને લોટપોટ કરી દીધા હતા. જોકે, કાર્યક્રમના અંતિમ ચરણમાં જ્યારે રાવણની ભવ્ય એન્ટ્રી થઈ ત્યારે લોકો દંગ રહી ગયા હતા. ધૂળેટીની સાંજે શરૂ થયેલો આ કાર્યક્રમ રાત્રિના 8 વાગ્યા સુધી અવિરત ચાલ્યો હતો.

લોકજુવાળ અને ભક્તિમય વાતાવરણ
આ પરંપરાગત રામલીલા નિહાળવા માટે માત્ર ખોરજ જ નહીં, પરંતુ આસપાસના અનેક ગામડાઓમાંથી મોટી સંખ્યામાં જનમેદની ઉમટી પડી હતી. વર્ષો જૂની આ ટેક્નોલૉજીના જમાનામાં પણ લોકકળાને જીવંત રાખતી આ પ્રથા ખોરજ ગામની એકતા અને ભક્તિનું ઉત્તમ ઉદાહરણ પૂરું પાડે છે