Astro Business: આગામી સપ્તાહે શેરબજારમાં તેજી આવશે કે મંદી? જાણો શું કહે છે ગ્રહોની ચાલ!

Astro Business: શેરબજારમાં રોકાણ કરતાં પહેલા માત્ર આર્થિક આંકડા જ નહીં, પણ ગ્રહોની ચાલ પણ અત્યંત મહત્ત્વની ભૂમિકા ભજવતી હોય છે. જાણીતા જ્યોતિષાચાર્ય ડૉ. હેમિલ લાઠિયાએ 10 માર્ચથી 16 માર્ચ 2026 સુધીના સમયગાળા માટે બજારના ઉદિત લગ્ન, ગ્રહ અને નક્ષત્રોના આધારે ખાસ 'એસ્ટ્રો બિઝનેસ' રિપોર્ટ તૈયાર કર્યો છે.
મંગવાર, તા. 10-03-2026, અનુરાધા નક્ષત્ર, વૃશ્ચિક રાશિ
બજારના ઉદિત લગ્ન, ગ્રહ, નક્ષત્ર, યોગ, હોરા વગેરેના આધારે જ્યોતિષની ગણતરી પ્રમાણે શેરબજારમાં તેજી તરફી માહોલ રહેવાની શક્યતા છે. બજાર સમય બેથી ત્રણ વાગ્યા દરમિયાન મૂવમેન્ટ નકારાત્મક થવાની કે ધીમી પડવાની શક્યતા છે. એન્જિનિયરિંગ, ઇન્ફ્રાસ્ટ્રક્ચર, લોજિસ્ટિક, એગ્રો, માઇન સેક્ટરના શેરો પ્રભાવિત થવાની ધારણા છે. મેટલમાં ગોલ્ડ, સિલ્વર પ્રભાવિત થશે. એગ્રી કોમોડિટીમાં ચીલી, એરંડા, ગુવાર ગમ, ગુવારસીડ અને જવ પ્રભાવિત થવાની ધારણા છે.
બુધવાર, તા. 11-03-2026 જ્યેષ્ઠા નક્ષત્ર, વૃશ્ચિક રાશિ
બજારના ઉદિત લગ્ન, ગ્રહ, નક્ષત્ર, યોગ, હોરા વગેરેના આધારે જ્યોતિષની ગણતરી પ્રમાણે શેરબજારમાં મંદી તરફી વાતાવરણ રહેવાની શક્યતા છે. બજાર સમય 12 થી 1 દરમિયાન મૂવમેન્ટ નકારાત્મક થવાની કે ધીમી પડવાની શક્યતા છે. બેન્ક, ફાયનાન્સ, ફાર્મા, પાવર, અને ગૅસ સેક્ટરના શેરો પ્રભાવિત થવાની શક્યતા છે. મેટલમાં સિલ્વર અને્ ગોલ્ડ પ્રભાવિત થવાની ધારણા છે. એગ્રી કોમોડિટીમા મગ મેન્થા, ધાણા, જીરા અને એલચી પ્રભાવિત થવાની ધારણા છે.
ગુરુવાર, તા. 12-03-2026, મૂળ નક્ષત્ર, ધન રાશિ
બજારના ઉદિત લગ્ન, ગ્રહ, નક્ષત્ર, યોગ, હોરા વગેરેના આધારે જ્યોતિષની ગણતરી પ્રમાણે શેરબજારમાં તેજી તરફી વાતાવરણ રહેવાની શક્યતા છે. બજાર સમય 1 થી 2 દરમિયાન મૂવમેન્ટ નકારાત્મક થવાની કે ધીમી પડવાની શક્યતા છે. મેનેજમેન્ટ, કન્સલ્ટન્સી, પીએસયુ બેન્ક, ફાયનાન્સ સેક્ટરના શેરો પ્રભાવિત થવાની શક્યતા છે. મેટલમાં સિલ્વર પ્રભાવિત થવાની ધારણા છે. એગ્રી કોમોડિટીમા હળદર, મકાઇ, સોયાબીન, સરસવ, સોયાબીન અને તલ પ્રભાવિત થવાની ધારણા છે.
શુક્રવાર, તા. 13-03-2026, પૂ.ષા નક્ષત્ર, ધન રાશિ
બજારના ઉદિત લગ્ન, ગ્રહ, નક્ષત્ર, યોગ, હોરા વગેરેના આધારે જ્યોતિષની ગણતરી પ્રમાણે શેરબજારમાં સાધારણ વધઘટ તરફી વાતાવરણ રહેવાની શક્યતા છે. બજાર સમય 11થી 12 દરમિયાન મૂવમેન્ટ નકારાત્મક થવાની કે ધીમી પડવાની શક્યતા છે. ફિલ્મ, ફૂડ,ડેરી, ફિલ્મ-એન્ટરટેઇનમેન્ટ, હોટેલ, સેક્ટરના શેરો પ્રભાવિત થવાની ધારણા છે. મેટલમાં ગોલ્ડ અને સિલ્વર પ્રભાવિત થશે. એગ્રી કોમોડિટીમાં ચણા, કપાસ, જવ, તલ, મગફળી પ્રભાવિત થવાની ધારણા છે.
સોમવાર, તા. 16-03- 2026, ઘનિષ્ઠા નક્ષત્ર. મકર રાશિ
બજારના ઉદિત લગ્ન, ગ્રહ, નક્ષત્ર, યોગ, હોરા વગેરેના આધારે જ્યોતિષની ગણતરી પ્રમાણે શેરબજારમાં તેજી તરફી વાતાવરણ રહેવાની શક્યતા છે. બજાર સમય 10 થી 11 દરમિયાન મૂવમેન્ટ નકારાત્મક થવાની કે ધીમી પડવાની શક્યતા છે. લોજિસ્ટિંક, શિપિંગ, એક્સપોર્ટ, ઇન્ફ્રાસ્ટ્રક્ચર અને ફાર્મા સેક્ટરના શેરો પ્રભાવિત થવાની ધારણા છે. મેટલમાં ગોલ્ડ અને સિલ્વર પ્રભાવિત થશે. એગ્રી કોમોડિટીમાં પીપર, એરંડા, ગુવાર ગમ, ગુવાર સીડ અને ચીલી પ્રભાવિત થવાની ધારણા છે.
ડૉ. હેમિલ લાઠિયા
જ્યોતિષાચાર્ય
Disclaimer: શેરબજારમાં "રોકાણ કરતા પહેલા તમારા નાણાકીય સલાહકારની મદદ લો." અમારો હેતુ માત્ર માહિતી પૂરી પાડવાનો છે. GSTV આની પુષ્ટિ નથી કરતું.

