Skip to main content
કેટેગરી લોડ થઈ રહી છે...
All Categories
  • કેટેગરી લોડ થઈ રહી છે...
હોમ / રમતગમત : bit.ly/T20-World-Cup-Final-Live-Updates-2026

T20 World Cup Final: ન્યૂઝીલેન્ડને હરાવીને ભારત ઐતિહાસિક ત્રીજીવાર વિશ્વ વિજેતા બન્યું

Timeછેલ્લું અપડેટ : 08 Mar 2026
લાઇવ ટીવીGoogle News
T20 World Cup Final: ન્યૂઝીલેન્ડને હરાવીને ભારત ઐતિહાસિક ત્રીજીવાર વિશ્વ વિજેતા બન્યું
સોર્સ : Google

T20 World Cup Final: વિશ્વના સૌથી મોટા ક્રિકેટ સ્ટેડિયમ એવા અમદાવાદના નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં આજે ઈતિહાસ રચાઈ ગયો હતો. T20 ક્રિકેટ વર્લ્ડ કપ 2026ની ફાઈનલ મેચમાં આજે ભારત અને ન્યૂઝીલેન્ડ આમને-સામને ટકરાઈ હતી. જેમાં ભારતે ન્યૂઝીલેન્ડને જીતવા 256 રનનો ટાર્ગટ આપ્યો હતો. જે બાદ ન્યૂઝીલેન્ડ માત્ર 96 રનમાં સમેટાઈ ગઈ હતી. ભારત ત્રીજીવાર ટી-20 વર્લ્ડ કપમાં વિજેતા બન્યું છે. આ મેચને લઈને માત્ર અમદાવાદ જ નહીં, પણ સમગ્ર દેશમાં ઉત્સાહનું પૂર આવ્યું છે.

આજે રવિવાર અમદાવાદના નામે રહ્યો હતો. કારણ કે, મોટેરામાં આવેલા નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં ભારત ટી-20 વર્લ્ડ કપમાં ભવ્ય જીત બાદ અમદાવાદવાસીઓ જીતની ખુશી વિવિધ સ્થળે ફટાકડા ફોડીને વધાવી હતી. ચારેબાજુ દિવાળી જેવો માહોલ સર્જાયો હતો.    

સ્ટેડિયમ બહાર ચાહકોનો જોવા મળ્યો હતો અદભુત ઉત્સાહ જોવા મળ્યો હતો

મેચ ભલે સાંજે શરૂ થવાની હતી, પરંતુ વહેલી સવારથી જ સ્ટેડિયમની બહાર ક્રિકેટ પ્રેમીઓનું કિડીયારું ઉભરાયું હતુ. 'ઈન્ડિયા-ઈન્ડિયા'ના નારા અને તિરંગા સાથે ચાહકોનો જોશ જોવા જેવો હતો. મોટેરા વિસ્તારમાં ચારે-બાજુ કેસરી-સફેદ-લીલા રંગનો માહોલ છવાયો હતો. સ્ટેડિયમની ક્ષમતા 1.32 લાખ હોવા છતાં, લાખો અન્ય ચાહકો પણ સ્ટેડિયમની બહાર રહીને પોતાની ટીમનો ઉત્સાહ વધારી રહ્યા હતા.

08 Mar 2026

T20 વર્લ્ડ કપની ફાઈનલમાં ભારતની જીત થતા અમદાવાદમાં વિવિધ સ્થળે આતશબાજી

08 Mar 2026

T20 વર્લ્ડ કપની જીતે સૌ ભારતીયોના દિલને ગર્વથી ભરી દીધું: પીએમ મોદી

08 Mar 2026

બુમરાહે એક ઓવરમાં લીધી બે વિકેટ

08 Mar 2026

અમદાવાદમાં બાપુની ધમાલ, 3 વિકેટ પોતાના નામે કરી

08 Mar 2026

ન્યૂઝીલેન્ડે 72 રન પર ગુમાવી 5 વિકેટ

08 Mar 2026

અક્ષર પટેલના નામે નોંધાઈ બીજી વિકેટ

08 Mar 2026

બુમ બુમ...બુમરાહ, પહેલા જ બોલ પર લીધી વિકેટ, ન્યૂઝીલેન્ડની બીજી વિકેટ પડી

08 Mar 2026

31 રન પર ન્યૂઝીલેન્ડની પહેલી વિકેટ પડી

08 Mar 2026

ભારતે બનાવ્યા 255 રન, અંતિમ ઓવરમાં શિવમ દૂબેએ કરી જાનદાર બેટિંગ

08 Mar 2026

એક ઓવરમાં ભારતની 3 વિકેટ પડી

08 Mar 2026

ઈશાન કિશને 23 બોલમાં ફટકારી ફિફ્ટી 

08 Mar 2026

સંજૂએ ફટકાર્યા જોરદાર છગ્ગા, ઈશાન પણ અડધી સદી નજીક પહોંચ્યો

08 Mar 2026

અમિત શાહ પૌત્ર સાથે મેચનો લ્હાવો લેવા પહોંચ્યા

08 Mar 2026

ભારતનો સ્કોર 100ને પાર

08 Mar 2026

ભારતની પહેલી વિકેટ પડી, અભિષેક શર્મા 52 રન બનાવી આઉટ

08 Mar 2026

અમદાવાદમાં રનોનો વરસાદ, 18 બોલમાં આવી અભિષેકની ફિફ્ટી

08 Mar 2026

5 ઓવર પછી ભારતનો સ્કોર 72

08 Mar 2026

ભારતની બેટિંગ: અભિષેક-સંજૂની જોરદાર શરૂઆત

08 Mar 2026

Match Live update: ન્યૂઝીલેન્ડે ટોસ જીતીને ભારતને રમવા આપ્યું આમંત્રણ

08 Mar 2026

ભારત-ન્યૂઝીલેન્ડ ટી-20 ફાઈનલમાં થોડીક ક્ષણોમાં ટોસ થશે

08 Mar 2026

ટી-20 ફાઈનલ જીતનારી ટીમ અને હારેલી ટીમને કેટલા નાણાં મળશે?

08 Mar 2026

T20 વર્લ્ડ કપની ફાઈનલમાં લેટિન પોપ સ્ટાર રિકી માર્ટિન પહોંચ્યા

08 Mar 2026

બોલિવૂડ અભિનેત્રી પ્રીતિ ઝિન્ટા મેચ જોવા નરેન્દ્ર મોદી સ્ટેડિયમ પહોંચી

08 Mar 2026

ટીમ ઈન્ડિયાના ખેલાડીઓ હોટલથી ક્રિકેટ સ્ટેડિયમ જવા રવાના થયા

08 Mar 2026

T20 World Cup: અમદાવાદમાં સુરક્ષા અને ટ્રાફિક વ્યવસ્થા સઘન

08 Mar 2026

આજે અમદાવાદમાં ઈતિહાસ રચશે ભારતનો આ ખેલાડી!