Skip to main content
કેટેગરી લોડ થઈ રહી છે...
All Categories
  • કેટેગરી લોડ થઈ રહી છે...
હોમ / ગુજરાત / અમદાવાદ : bit.ly/Kejriwal-Gujarat-Visit-March-2026

VIDEO: મિશન ગુજરાત પર કેજરીવાલ: ગાંધીનગરમાં ખેડૂત સભા અને સુરતમાં કાર્યકર્તા સંમેલન, એરપોર્ટ પરથી જ ચૂંટણી માહોલ ગરમાવ્યો

Timeછેલ્લું અપડેટ : 07 Mar 2026
લાઇવ ટીવીGoogle News
સોર્સ : GSTV

VIDEO: આમ આદમી પાર્ટી (AAP)ના રાષ્ટ્રીય સંયોજક અરવિંદ કેજરીવાલ આજે અમદાવાદ એરપોર્ટ ખાતે આવી પહોંચ્યા છે. તેમના આગમન સાથે જ ગુજરાતના રાજકારણમાં ગરમાવો આવી ગયો છે. એરપોર્ટ પર પત્રકારો સાથેની વાતચીતમાં કેજરીવાલે રાજ્યની ભાજપ સરકાર પર આકરા પ્રહાર કરતા જણાવ્યું હતું કે, ગુજરાતની જનતા છેલ્લા 30 વર્ષના એકહથ્થુ શાસનથી અત્યંત પરેશાન અને દુઃખી છે.

App Store

વિકલ્પના અભાવે જનતા મજબૂર હતી
કેજરીવાલે વધુમાં ઉમેર્યું હતું કે, અત્યાર સુધી ગુજરાતના લોકો પાસે કોઈ મજબૂત વિકલ્પ ન હતો, કારણ કે વિપક્ષમાં બેઠેલી કોંગ્રેસ પણ આડકતરી રીતે ભાજપ સાથે મળેલી હતી. પરંતુ હવે આમ આદમી પાર્ટી એક સક્ષમ વિકલ્પ તરીકે ઉભરી આવી છે. તેમણે આક્ષેપ કર્યો હતો કે ગુજરાતમાં લોકશાહી જેવું કંઈ રહ્યું નથી; જે કોઈ સરકાર વિરુદ્ધ અવાજ ઉઠાવે છે તેને ખોટા કેસોમાં ફસાવી જેલમાં ધકેલી દેવામાં આવે છે.

ખેડૂતો અને બૂથ કાર્યકર્તાઓ પર ધ્યાન
પોતાના બે દિવસીય પ્રવાસ દરમિયાન કેજરીવાલ બે મહત્વના કાર્યક્રમોમાં હાજરી આપશે:

8 માર્ચ (ગાંધીનગર): ખેડૂતોના પડતર પ્રશ્નો અને તેમના પર થયેલા લાઠીચાર્જ વિરુદ્ધ આયોજિત વિશાળ જનસભાને સંબોધશે.

9 માર્ચ (સુરત): સુરત ખાતે પક્ષના બૂથ સ્તરના કાર્યકર્તાઓના સંમેલનમાં હાજરી આપી આગામી રણનીતિ ઘડશે.

તેમણે ખેડૂતો પર થયેલા અત્યાચારનો ઉલ્લેખ કરતા કહ્યું કે, પોતાની હકની લડાઈ લડનારા ખેડૂતોને લાઠીઓ ખાવી પડી અને મહિનાઓ સુધી જેલવાસ ભોગવવો પડ્યો, જે અન્યાયની પરાકાષ્ઠા છે.