Skip to main content
કેટેગરી લોડ થઈ રહી છે...
All Categories
  • કેટેગરી લોડ થઈ રહી છે...
હોમ / ગુજરાત / અમદાવાદ : bit.ly/Narol-Drugs-Case-Verdict-2026

Ahmedabad: નારોલ ડ્રગ્સ કેસમાં ઐતિહાસિક ચુકાદો: આરોપી ચીમન સોલંકીને NDPS કોર્ટે 15 વર્ષની જેલ, 2 લાખનો દંડ ફટકાર્યો

Timeછેલ્લું અપડેટ : 07 Mar 2026
લાઇવ ટીવીGoogle News
Ahmedabad: નારોલ ડ્રગ્સ કેસમાં ઐતિહાસિક ચુકાદો: આરોપી ચીમન સોલંકીને NDPS કોર્ટે 15 વર્ષની જેલ, 2 લાખનો દંડ ફટકાર્યો
સોર્સ : GSTV

Ahmedabad: શહેરના નારોલ વિસ્તારમાં વર્ષ 2021માં થયેલી એક મોટી ડ્રગ્સ રેડના કેસમાં NDPS સ્પેશિયલ કોર્ટે મહત્વપૂર્ણ ચુકાદો આપ્યો છે. 110 કિલો ગાંજાના જથ્થા સાથે ઝડપાયેલા મુખ્ય આરોપી ચીમનભાઈ મણાભાઈ સોલંકીને કોર્ટે 15 વર્ષની સખત કેદ અને રૂપિયા 2 લાખના દંડની સજા ફટકારી છે. પોલીસની વૈજ્ઞાનિક તપાસ અને મજબૂત પુરાવાઓને આધારે ન્યાયતંત્રએ સમાજમાં નશાખોરી વિરુદ્ધ એક કડક સંદેશ આપ્યો છે.

App Store

શું હતી સમગ્ર ઘટના?
3 એપ્રિલ, 2021ના રોજ નારોલ પોલીસને ચોક્કસ બાતમી મળી હતી કે રિક્ષામાં ગાંજાનો મોટો જથ્થો લઈ જવામાં આવી રહ્યો છે. તત્કાલીન પીઆઈ શક્તિસિંહ એ. ગોહિલ અને તેમની ટીમે સફળતાપૂર્વક વોચ ગોઠવીને 110 કિલો ગાંજો ઝડપી પાડ્યો હતો, જેની બજાર કિંમત અંદાજે રૂપિયા 11 લાખ થતી હતી. આ મામલે NDPS એક્ટ હેઠળ ગુનો નોંધી તપાસ શરૂ કરવામાં આવી હતી.

તપાસ અને કાનૂની કાર્યવાહી
પીઆઈ ડી.આર. ગોહિલે આ કેસમાં FSLના અહેવાલો અને દસ્તાવેજી પુરાવાઓને સાંકળીને એક મજબૂત ચાર્જશીટ રજૂ કરી હતી. કોર્ટમાં આ વૈજ્ઞાનિક પુરાવાઓ અત્યંત મહત્ત્વના સાબિત થયા હતા. આ કેસમાં અન્ય એક આરોપી કિરીટભાઈ પંચાલનું ટ્રાયલ દરમિયાન મૃત્યુ થયું છે, જ્યારે ત્રીજો આરોપી કૃષ્ણરાજ રાજપુરોહિત હાલ પેરોલ પરથી ફરાર હોવાથી તેને ભાગેડુ જાહેર કરવામાં આવ્યો છે.

કોર્ટનો આકરો આદેશ
NDPS સ્પેશિયલ કોર્ટે આરોપી ચીમનભાઈ સોલંકીને NDPS એક્ટની વિવિધ કલમો હેઠળ દોષિત ઠેરવીને 15 વર્ષની જેલની સજા સંભળાવી છે. પોલીસની આ કામગીરીને પગલે નશાના કાળા કારોબાર સાથે જોડાયેલા તત્વોમાં ફફડાટ વ્યાપી ગયો છે.