અંબાજી: દાંતા તાલુકામાંથી ઝડપાયા બોગસ તબીબો, SOGએ એલોપેથીક દવાનો જથ્થો કર્યો જપ્ત
રાજ્યમાંથી નકલી તબીબો પકડાવવાનો સિલસિલો યથાવત રહ્યો છે. મળતા અહેવાલ પ્રમાણે અંબાજી તાલુકાના દાંતા કમ્પા

રાજ્યમાંથી નકલી તબીબો પકડાવવાનો સિલસિલો યથાવત રહ્યો છે. મળતા અહેવાલ પ્રમાણે અંબાજી તાલુકાના દાંતા કમ્પાઉન્ડરમાંથી તબીબ બનેલા ત્રણ બોગસ ડોક્ટરો ઝડપાયા હતા. SOG, આરોગ્ય વિભાગ અને સ્થાનિક પોલીસની ટીમે દરોડા પાડ્યા હતા. આ મુન્ના ભાઈઓ છેલ્લા ઘણા સમયથી દાંતા તાલુકાના અંતરિયાળ વિસ્તારમાં ક્લિનિક ચલાવતા હતા.
પકડાયેલા બોગસ ડોકટરો
- મનુ અમરતભાઈ રાવળ, મોટા બામોદરા, દાંતા તાલુકો
- 2. જશવંતજી રજુજી સોલંકી મધુસૂદણપૂરા, દાંતા તાલુકો
- 3. પ્રભાતજી બનાજી ઠાકોર, રાણોલ, દાંતા તાલુકો
આ પણ વાંચો: અમદાવાદ: LCBએ ઝડપેલો 'ગગો' કાગડાપીઠ પોલીસ સ્ટેશનમાંથી રફુચક્કર, 'રોકી' રિક્ષાવાળાથી ચેતજો!
દરોડા પાડીને બામોદરામાંથી ત્રણ બોગસ તબીબોને ઝડપી લીધા હતા. પોલીસે સ્થળ પરથી 99 હજારના એલોપેથીક દવાનો જથ્થો જપ્ત કર્યો હતો.
હોસ્પિટલમાં કમ્પાઉન્ડરની નોકરી કર્યા પછી ચલાવતા હતા ક્લિનિક
હોસ્પિટલમાં કમ્પાઉન્ડરની નોકરી કર્યા પછી દાંતાના અંતરિયાળ વિસ્તારમાં આરોપીઓ ક્લિનિક ચલાવતા હતા. ક્લિનિક ચલાવીને સંખ્યાબંધ લોકોના આરોગ્ય સાથે છેતરપિંડી કરી હતી.






