બનાસકાંઠા: દિયોદરના ડૂચકવાલા ગામમાંથી નકલી યુરિયા લિક્વિડ બનાવવાનું કૌભાંડ ઝડપાયું
રાજ્યના બનાસકાંઠામાંથી કૌભાંડ ઝડપાયું છે. મળતા અહેવાલ પ્રમાણે બનાસકાંઠાના દ

રાજ્યના બનાસકાંઠામાંથી કૌભાંડ ઝડપાયું છે. મળતા અહેવાલ પ્રમાણે બનાસકાંઠાના દિયોદરમાં આવેલા ડૂચકવાલા ગામમાંથી નકલી યુરિયા લિક્વિડ બનાવવાનું કૌભાંડ ઝડપાયું હતું.
યુરિયા લિક્વિડ બનાવવાનું કૌભાંડ સામે આવ્યું
વાહનમાં વપરાતું યુરિયા લિક્વિડ બનાવવાનું કૌભાંડ સામે આવ્યું છે.સબસિડીયુક્ત યુરિયા ખાતરમાંથી ડુપ્લીકેટ યુરિયા લિક્વિડ બનાવાયું હતું. ડૂચકવાલા ગામના ખેતરમાં ચાલતી ડુપ્લીકેટ લિક્વિડ બનાવવાની ફેક્ટરી ચાલી રહી હતી.
આ પણ વાંચો: ગુજરાત: ઝઘડિયાની દીકરીને ક્યારે મળશે ન્યાય? ચાર હજારથી વધુ પોક્સો કેસ હજુ પેન્ડિંગ
LCBની ટીમે દરોડા પાડ્યા
LCBની ટીમને બાતમી મળી હતી કે, ડૂચકવાલા ગામમાંથી યુરિયા લિક્વિડ બનાવતી એક ફેક્ટરી છે. આ ફેક્ટરી પર LCBની ટીમે દરોડા પાડ્યા હતા. દરોડામાં મોટી સંખ્યામાં નકલી યુરિયા ખાતરનો જથ્થો જપ્ત કર્યો હતો. LCB પોલીસે 1 લાખ 15 હજાર રૂપિયાનો મુદ્દામાલ ઝડપી પાડ્યો હતો.






