મુખ્ય સામગ્રી પર જાઓ
ગુજરાત

પાટણ : ચાઈનીઝ દોરીના કેસમાં પોલીસે યુવક પાસે એક લાખ માંગી માર માર્યાનો આક્ષેપ

પાટણના ડેર ગામના એક ખેતરમાંથી ચાઈનીઝ દોરીનો જથ્થો મળવાના મામલે પોલીસે એક

પાટણ : ચાઈનીઝ દોરીના કેસમાં પોલીસે યુવક પાસે એક લાખ માંગી માર માર્યાનો આક્ષેપ

પાટણના ડેર ગામના એક ખેતરમાંથી ચાઈનીઝ દોરીનો જથ્થો મળવાના મામલે પોલીસે એક યુવકની ધરપકડ કરી હતી. આ કેસમાં આરોપી યુવકને જામીન મળ્યા બાદ તેણે પોલીસ પર એક લાખની લાંચ માંગવાનો અને પોલીસે સ્ટેશનમાં માર મારવાના આરોપ લગાવ્યાં છે. 

પોલીસ પર માર મારવાનો અને એક લાખની  લાંચ માંગવાનો આરોપ

પાટણ જિલ્લાના ડેર ગામમાં એક ખેતરમાંથી ચાઈનીઝ દોરી સાથે આકાશજી ઠાકોર નામના 23 વર્ષીય યુવકની બાલીસણા પોલીસે ધરપકડ કરી હતી. આ કેસમાં જામીન પર છૂટ્યા બાદ તેણે બાલીસણા પોલીસ પર માર મારવાનો અને એક લાખની  લાંચ માંગવાનો આરોપ લગાવ્યો છે. 

પોલીસ કસ્ટડીમાં પટ્ટા વડે માર માર્યો 

આ યુવકે કહ્યું કે બાલીસણા પોલીસ સ્ટેશનના પોલીસ અધિકારીઓએ તેને ધમકાવ્યો હતો કે ચાઈનીઝ દોરીના કેસમાંથી છુટકારો મેળવવો હોય તો સોલંકી સાહેબ તેમજ પંડ્યા સાહેબને એક લાખ રૂપિયા આપવા પડશે. આ સાથે જ તેને પોલીસ કસ્ટડીમાં પટ્ટા વડે માર મારવામાં આવ્યો હતો.

યુવકે જિલ્લા પોલીસવડાને કરી ઓનલાઈન ફરિયાદ 

આ કેસમાં જામીન પર છૂટ્યા બાદ આ યુવકે બાલીસણા પોલીસ સ્ટેશનના પોલીસ અધિકારીઓ વિરુદ્ધ અરજી આપવા પોલીસ સ્ટેશને ગયો હતો, પણ  બાલીસણા પોલીસ સ્ટેશનમાં તેને બે કલાક સુધી બેસાડી રાખી અરજી લેવામાં આવી ન હતી અને કોઈ જવાબ આપવામાં આવ્યો ન હતો. આખરે આ યુવકે પાટણ જિલ્લા પોલીસ અધિક્ષકને ઓનલાઇન ફરિયાદ નોંધાવી છે. 

આ સમાચાર શેર કરો