કચ્છ: ખુરશી ખેંચનાર કોંગ્રેસ નેતાના જામીન મંજૂર, એટ્રોસિટી સહિતની કલમો હેઠળ ગુનો નોંધાયો હતો
કચ્છમાં કોંગ્રેસના ધારાસભ્ય જીજ્ઞેશ મેવાણીની પ્રેસ કોન્ફરન્સમાં ખુરશી ખેંચવા મામલે ભૂજની અધિક સે

કચ્છમાં કોંગ્રેસના ધારાસભ્ય જીજ્ઞેશ મેવાણીની પ્રેસ કોન્ફરન્સમાં ખુરશી ખેંચવા મામલે ભૂજની અધિક સેશન્સ કોર્ટે ખુરશી ખેંચનાર કોંગ્રેસ નેતાના એચ.એસ.આહીરના જામીન મંજૂર કર્યા છે.
મહિલા આઇ.બી કર્મચારીની ખુરશી ખેંચી લેતા નીચે પડ્યા હતા
કચ્છ જિલ્લાના ભૂજ શહેરમાં 3 ઓગસ્ટે કોંગ્રેસના ધારાસભ્ય જીજ્ઞેશ મેવાણીએ જમીન બાબતે પ્રેસ કોન્ફરન્સ કરી હતી. આ દરમિયાન કચ્છ કિસાન કોગ્રેસના આગેવાન અને આરટીઆઇ એક્ટીવિસ્ટ એચ.એસ.આહીરે મહિલા આઇ.બી કર્મચારીની ખુરશી ખેંચી લેતા નીચે પડી ગયા હતા. જે બાદ ભારે હોબાળો મચી ગયો હતો.
ભૂજ એ ડીવીઝન પોલીસ મથકે કોંગ્રેસ આગેવાન એચ.એસ.આહીર સામે ભારતીય ન્યાય, સહિતના ૧૨૧, ૨૨૧, ૨૩૩ તથા એટ્રોસિટી એક્ટ મુજબ ફરીયાદ દાખલ કરી હતી. જે બાદ તેમની અટકાયત કરવામાં આવી હતી.






