વિંછીયા પોલીસ પર પથ્થરમારા મામલે 73માંથી 63ના જામીન મંજૂર, કુંવરજી બાવળિયાએ આપી પ્રતિક્રિયા
રાજકોટમાં વિંછીયા તાલુકાના થોરીયાળીના ઘનશ્યામ રાજપરા હત્યા મામલે આરોપીઓનું સરઘસ ક

રાજકોટમાં વિંછીયા તાલુકાના થોરીયાળીના ઘનશ્યામ રાજપરા હત્યા મામલે આરોપીઓનું સરઘસ કાઢવા કોળી સમાજના આગેવાનોએ તેમજ પરિવારના સભ્યોએ માંગ કરી હતી કિન્તુ પોલીસે કાયદા મુજબ કામ થશે અને કાયદા વિરુદ્ધ કંઈ નહીં થાય તેવું કહેતા સ્થાનિકો રોષે ભરાયા હતા. આ મામલે 12,000 કરતાં વધારે કોળી સમાજના લોકોનું ટોળું વિછીયા પોલીસ મથકે ધસી આવ્યું હતું.
આ પણ વાંચો : રાજકોટમાં ઘરકંકાસમાં પતિએ કરી પત્નીની કરપીણ હત્યા, બાદમાં સામેથી જ ચાલ્યો પોલીસ શરણે
ત્યારબાદ ટોળા અને પોલીસ વચ્ચે ઘર્ષણ થયું હતું, જેમાં ટોળાએ 6 જાન્યુઆરીના રોજ પોલીસ પર પથ્થરમારો કર્યો હતો. આ દરમિયાન પોલીસે લાઠીચાર્જ કર્યો હતો અને ટીયર ગેસના શેલ છોડ્યા હતા. સમગ્ર મામલે 84 લોકોમાં નામ જોગ ફરિયાદ દાખલ થયેલી જેમાંથી 73 લોકોની ધરપકડ થઈ હતી. 73 માંથી રાજકોટ સેશન કોર્ટે 63 આરોપીઓને જામીન મંજૂર કર્યા.
આ સમગ્ર મામલે વિસ્તારના ધારાસભ્ય અને રાજ્યના કેબિનેટ પ્રધાન કુંવરજી બાવળિયાની પ્રતિક્રિયા સામે આવી છે. જેમાં તેમણે કહ્યું કે, કેટલાક લોકો પોતાનું રાજકીય કદ વધારવા માટે લોકોને ઉશ્કેરી રહ્યા હતા. પરંતુ હું કોઈને અહીં ખાટવા નહીં દઉં. આમ આદમી પાર્ટી માત્ર દેખાવો કરવા આવી હતી પણ માત્ર વાતો કરવાથી કશું થતું નથી.






