અરવલ્લીમાંથી નકલી SDM અધિકારી ઝડપાયો, પોલીસને આઇકાર્ડ બતાવી ગોથે ચઢાવી
રાજ્યમાં નકલી અધિકારીઓ દબોચવાનો સિલસિલો યથાવત છે. ગુજરાતના અરવલ્લી જિલ્લામાં નકલી SDM ઝડપાયો હતો.

રાજ્યમાં નકલી અધિકારીઓ દબોચવાનો સિલસિલો યથાવત છે. ગુજરાતના અરવલ્લી જિલ્લામાં નકલી SDM ઝડપાયો હતો. બાયડના સાઠંબા પોલીસે કાર્યવાહી કરી છે. મળતા અહેવાલ પ્રમાણે ઇન્દ્રાણ ગામે થયેલ રાયોટિંગના ગુનાની પોલીસ પૂછપરછમાં આરોપીએ I CARD દેખાડીને SDMછું તેવી ઓળખ આપી હતી.
નડિયાદમાં SDM તરીકે ફરજ બજાવવાનું જણાવ્યું
આરોપીએ પોલીસને જણાવ્યું હતું કે નડિયાદમાં SDM તરીકે ફરજ બજાવવાનું નિવેદન આપ્યા પછી પોલીસે આઈડી વેરિફિકેશન કર્યું હતું.
નકલી SDM પ્રકાશ નાઈની પોલીસે અટકાયત કરી
આ આઈડી નકલી હોવાનું સામે આવ્યું છે. ઇન્દ્રાણ ગામના નકલી SDM પ્રકાશ નાઈની પોલીસે અટકાયત કરીને વધુ પૂછપરછ હાથ ધરી છે. ગત મહિને રાજ્યમાંથી નકલી એસટી કર્મચારી ઝડપાયો હતો.






