મુખ્ય સામગ્રી પર જાઓ
ગુજરાત

CGSTના બે અધિકારી અને વહીવટદારને 1.25 લાખની લાંચ લેતા ACBએ ઝડપી પાડ્યા

CGSTનાં ઓડીટ વિભાગના સુપ્રિટેન્ડન્ટ અને ઇન્સ્પેક્ટરને સવા લાખ રૂપિયાની લાંચ લેતા એસીબીએ ઝડપી

CGSTના બે અધિકારી અને વહીવટદારને 1.25 લાખની લાંચ લેતા ACBએ ઝડપી પાડ્યા

CGSTનાં ઓડીટ વિભાગના સુપ્રિટેન્ડન્ટ અને ઇન્સ્પેક્ટરને સવા લાખ રૂપિયાની લાંચ લેતા એસીબીએ ઝડપી પાડ્યા છે. દંડ ઓછો કરવા માટે પેઢી પાસેથી 1.25 લાખ રૂપિયાની લાંચ માંગી હતી. 
 
અમદાવાદમાં સોના-ચાંદીની પેઢી ચલાવતા વેપારીને ઓડિટ બાબતે આપી નોટિસ આપવામાં આવી હતી. પરિણામે સીજીએસટીના ઇન્સ્પેક્ટર ફરીયાદીની પેઢી ખાતે સ્થળ વિઝીટ કરેલ અને ઓડીટને લગત જરૂરી કાગળો સાથે તેઓની કચેરીએ બોલાવેલ જે કાગળો સાથે ફરીયાદી કચેરીએ રૂબરૂ મળ્યા હતા.  ફરીયાદીને તેમની પેઢીના વર્ષ-૨૦૧૯-૨૦ ના હિસાબોમાં ક્ષતિ કાઢી દંડ પેટે રૂપિયા 35 લાખ ચલણ સાથે ભરવા જણાવ્યું હતું.  જોકે, જેમાંથી 27,000 ચલણ ભરાવી દંડ ઓછો વસૂલ કરવા 1.25 લાખની માંગી લાંચ માંગી હતી. જોકે, ફરિયાદી લાંચ આપવા માંગતા નહોતા પરિણામે તેમણે એસીબીનો સંપર્ક કર્યો હતો.

એન્ટી કરપ્શન બ્યુરો(ACB)એ છટકું ગોઠવીને CGSTનાં ઓડીટ વિભાગના સુપ્રિટેન્ડન્ટ અને ઇન્સ્પેક્ટરને સવા લાખ રૂપિયાની  લાંચ લેતા એસીબીએ રંગે હાથ ઝડપી પાડ્યા છે. સીજી રોડ પર ઇસ્કોન આર્કેટ પાસેથી સુપ્રિટેન્ડેન્ટ ઓફ સેન્ટ્રલ ટેક્સ રિઝવાન શેખ અને CGST ઇન્સ્પેક્ટર કુલદીપ કુશવાહ સહિત એક ખાનગી વ્યક્તિની ધરપકડ કરી છે.

આ સમાચાર શેર કરો