સુરતમાં કુરિયર કંપનીમાં કરેલી ચોરીને કર્મચારીઓએ જ આગમાં ખપાવવાનો પ્રયાસ કરતાં આ રીતે ફૂટ્યો ભાંડો
સુરતના ઉધના વિસ્તારમાં આવેલી BLUE DART પાર્સલ સર્વિસ સેન્ટર ચોરી કરીને સમગ્ર ઘટન

સુરતના ઉધના વિસ્તારમાં આવેલી BLUE DART પાર્સલ સર્વિસ સેન્ટર ચોરી કરીને સમગ્ર ઘટનાને આગમાં ખપાવવા પ્રયાસ કરવામાં આવ્યો હતો. પાંડેસરા દક્ષેશ્વર મહાદેવ મંદિરની સામે રિધ્ધિ-સિધ્ધિ ઇન્ડસ્ટ્રીયલ સોસાયટી બ્લ્યુ ડાર્ટ એક્ષપ્રેસ લીમીટેડ” નામના સર્વિસ સેન્ટર છે .તેમા આરોપીઓએ પ્રવેશ કરી રોકડા રૂપિયા તથા મુદ્દામાલ મળી કુલ્લે રૂપિયા ૩૪,૬૩,૫૨૬/- ની મત્તાની ચોરી કરી હતી.ચોરી કર્યા બાદ માલ સામાનને આગ લગાડી નુક્શાન કરી ભાગી ગયા હતા. આ બાબતે ઉધના પોલીસ માં ફરિયાદ નોધાઈ હતી. જેમાં પોલીસે એક શંકાના આધારે સમગ્ર કૌભાંડ ઝડપી પાડ્યું હતું.
શંકાના આધારે તપાસ હાથ ધરાઈ
ડીસીપી ગઢવીએ કહ્યું કે, ઉધનામાં આવેલી બ્લૂ ડાર્ટ કંપનીમાં આગ લાગ્યાની ફરિયાદ જાણવા જોગ નોંધાઈ હતી. જેની તપાસ હાથ ધરાઈ હતી. સ્થળ તપાસમાં પોલીસને શંકા પડી હતી. વર્ણન અને જાત તપાસમાં વિરોધાભાસ દેખાયો હતો. આગમાં જે સામાન સળગ્યો તેના અવશેષો મળ્યાં નહોતા. તપાસમાં કેટલીક બાબતો સામે આવી હતી. આગનો બનાવ ઉપજાવી કાઢવામાં આવ્યું હોવાનું પુરાવાના આધારે સામે આવ્યું હતું. સમગ્ર આગ લાગી નહીં પરંતુ લગાડીને પૂર્વ આયોજીત કાવત્રું હોવાનું ફલિત થયું હતું.
આગ લગાવાઈ હતી
આગમાં 36 લાખનું નુકસાન થયાનું ફરિયાદમાં કહેવાયું હતું. પરંતુ એવું કંઈ હતુ નહી. આગમાં નુકસાન નહીં પરંતુ ચોરી થઈ હોવાનું સામે આવ્યું હતું. ત્રણ આરોપીઓમાં ગોપાલ વાસુદેવ બનીસીપી, બદરૂભાઈ ભુકણ અને જાકીર મહમ્મદ અલી સૈયદ સામેલ હોવાનું સામે આવ્યું હતું. આયોજન જાકીરે કર્યું હતું. જ્યારે અન્ય બે એક્ઝિક્યુશનમાં હતાં. ગોપાલ સિક્યુરિટીમાં હતો. બદરૂ બે દિવસથી જોડાયો હતો. જાકીર સુપરવાઈઝર તરિકે કામ કરે છે. પોલીસે સાડા પાંત્રિસ લાખનો મુદ્દામાલ કબ્જે કર્યો છે. 40 મોબાઈલ અને ડીવીઆર તથા લેપટોપ કબ્જે કર્યા છે. આજ રીતે તેમને અઠવા વિસ્તારમાં પણ 40 લાખ થી વધુ ની ચોરીને અંજામ આપ્યો હોવાનું સામે આવતા તેની પણ તપાસ હાથ ધરવામાં આવી છે.








