મુખ્ય સામગ્રી પર જાઓ
ગુજરાત

VIDEO : 2000 કરોડના જમીન વિવાદમાં ઝાલણસરના શ્રીધામ ગુરુકુળના વિજયપ્રકાશ સ્વામીને કેટલાક લોકોએ માર માર્યો

જુનાગઢમાં શ્રીધામ ગુરુકુળના ટ્રસ્ટી વિજયપ્રકાશ સ્વામી પર કેટલાક લોકોએ હુમલો કરી માર માર્યાની ઘટના ઘટી છે. મારા

VIDEO : 2000 કરોડના જમીન વિવાદમાં ઝાલણસરના શ્રીધામ ગુરુકુળના વિજયપ્રકાશ સ્વામીને કેટલાક લોકોએ માર માર્યો

જુનાગઢમાં શ્રીધામ ગુરુકુળના ટ્રસ્ટી વિજયપ્રકાશ સ્વામી પર કેટલાક લોકોએ હુમલો કરી માર માર્યાની ઘટના ઘટી છે. મારામારીનો આ વીડિયો વાયરલ થયો છે. વિજયપ્રકાશ સ્વામી પર સુરતમાં ડુમસ ખાતે થયેલા જમીન કૌભાંડમાં સંડોવણીનો આરોપ છે. 

તો બીજી બાજુ વિજયપ્રકાશ સ્વામી કહ્યું કે જસ્મીન માઢક ,જ્ય મોલીયા અને પ્રકાશ વાઘે તેમના પર ખોટા આરોપો લગાવીને તેમને માર માર્યો છે. 

સુરતના ડુમસ વિસ્તારમાં આવેલી  કુલ 2.17 લાખ ચોરસ મીટર જમીનને લઈને વિવાદ સામે આવ્યો છે. સરકારી માલિકીની આ જમીનની કિંમત અંદાજે રૂ.2000 કરોડ છે. આ  સરકારી માલિકીની જમીન ગણોતિયા કૃષ્ણમુખલાલ ભગવાનદાસ શ્રોફને નામે ચઢાવીને બિલ્ડરને વેચી દઈને મસમોટું કૌભાંડ આચરવામાં આવ્યું હોવાના આરોપ છે.

આ જમીનના કાગળોમાં તત્કાલીન કલેકટર રાજેન્દ્ર કુમારના વર્ષ 2015ના આદેશ વિરુદ્ધ જઈને ખોટી રીતે ગણોતિયાના નામ દાખલ કરીને મોટો ભ્રષ્ટાચાર આચરવામાં આવ્યો હોવાના આક્ષેપ થયા છે. કોંગ્રેસ નેતા તુષાર ચૌધરી સહીત અન્ય લોકોએ કલેકટર સામે પગલાં ભરવાની માંગ કરી છે.

આ સમાચાર શેર કરો