મુખ્ય સામગ્રી પર જાઓ
ગુજરાત

Surat news: ગુજરાત નર્સિંગ કાઉન્સિલના પ્રમુખ પર હુમલો, પોલીસે આરોપીને મજૂરા ગેટ નજીકથી દબોચ્યો

સુરતની સિવિલ હોસ્પિટલના મુખ્ય ગેટ પાસે આવેલી કેન્ટીન નજીક ગુજરાત નર્સિંગ કાઉન્સિલ પ્રમુખ ઈકબ

Surat news: ગુજરાત નર્સિંગ કાઉન્સિલના પ્રમુખ પર હુમલો, પોલીસે આરોપીને મજૂરા ગેટ નજીકથી દબોચ્યો

સુરતની સિવિલ હોસ્પિટલના મુખ્ય ગેટ પાસે આવેલી કેન્ટીન નજીક ગુજરાત નર્સિંગ કાઉન્સિલ પ્રમુખ ઈકબાલ કડીવાલા  પર હુમલો કરાયો છે. પોલીસે  મજૂરાગેટ પાસેથી હુમલાખોરને પકડી વધુ તપાસ હાથ ધરી છે. 

 હુમલા પાછળનું કારણ જાણવા પોલીસ તપાસ શરૂ

સુરતમાં ગુજરાત નર્સિંગ કાઉન્સિલના પ્રમુખ ઈકબાલ કડીવાળા પર હુમલાની ઘટના સામે આવી છે. સવારના સમયે સિવિલ હોસ્પિટલના મુખ્ય ગેટ નજીક ચેતન સોલંકી નામના યુવાને ઈકબાલ કડીવાલા અને અન્ય બે વ્યક્તિઓ પર હુમલો કર્યો. હુમલાખોરે ફરાર થવાનો પ્રયાસ કર્યો, પરંતુ પોલીસે મજૂરાગેટ પાસેથી તેને પકડી પાડ્યો. આ સમગ્ર મામલો ખટોદરા પોલીસ સ્ટેશન પહોંચ્યો છે, જ્યાં પોલીસ આરોપીની પૂછપરછ કરી રહી છે કે આ હુમલા પાછળનું મુખ્ય કારણ શું હતું.

આ સમાચાર શેર કરો