ATSએ અમદાવાદ સિવિલ હોસ્પિટલમાંથી 2 શખ્સોને હથિયારો સાથે ઝડપ્યા
અમદાવાદ : શહેરની સિવિલ હોસ્પિટલ પરિસરમાંથી હથિયાર સાથે 2 શખ્સોને ઝડપી પાડવામાં આવ્યા છે. ગુજ

અમદાવાદ : શહેરની સિવિલ હોસ્પિટલ પરિસરમાંથી હથિયાર સાથે 2 શખ્સોને ઝડપી પાડવામાં આવ્યા છે. ગુજરાત ATSએ હથિયારો સાથે 2 શખ્સોને ઝડપી પાડ્યા છે.
ગુજરાત ATSએ અમદાવાદ સિવિલ હોસ્પિટલમાંથી મુનાફ માકડ અને તૌસીફ ખલિયાણીની ધરપકડ કરી છે. બન્ને આરોપીઓ પાસેથી 2 પિસ્તોલ અને 6 કારતુસ કબ્જે કરાયા છે. આરોપીઓ સામે પોલીસ વિભાગ દ્વારા ગુનો દાખલ કરવામાં આવ્યો છે. ઝડપાયેલા બન્ને આરોપીઓ ગુનાહિત ઈતિહાસ ધરાવે છે.
આરોપી મુનાફ સામે હત્યાનાં પ્રયાસ સહિતનાં 8 ગુના નોંધાયા છે જયારે તૌસિફ ખલિયાણી સામે 7 જેટલા ગુના નોંધાયા છે. 2 વર્ષ પહેલા મુનાફનાં ભાઈ મોહસીનની હત્યા થઈ હતી. સિરાજ ડોન અને અફઝલ નામનાં શખ્સોએ હત્યાને અંજામ આપ્યો હતો. હત્યાનો બદલો લેવા માટે બન્ને આરોપીએ પોતાની પાસે હથિયાર રાખ્યા હોવાનું પ્રાથમિક તપાસમાં બહાર આવ્યું છે.






