મુખ્ય સામગ્રી પર જાઓ
ગુજરાત

અંકલેશ્વરમાં આદિત્ય બિરલા ગ્રાસીમના આસિસ્ટન્ટ મેનેજરે કરી 285 મેટ્રિક ટન કેમિકલની ઉચાપત

અંકલેશ્વરની પાનોલી જીઆઇડીસીની આદિત્ય બિરલા ગ્રાસીમના આસિસ્ટન્ટ મેનેજર 285 મેટ્રિક ટન ક

અંકલેશ્વરમાં આદિત્ય બિરલા ગ્રાસીમના આસિસ્ટન્ટ મેનેજરે કરી 285 મેટ્રિક ટન કેમિકલની ઉચાપત

અંકલેશ્વરની પાનોલી જીઆઇડીસીની આદિત્ય બિરલા ગ્રાસીમના આસિસ્ટન્ટ મેનેજર 285 મેટ્રિક ટન કેમિકલ સગેવગે કરી 4 કરોડની ઉચાપત કરી હતી. 1 મે 2024થી 30 જાન્યુઆરી 2025 દરમિયાન 17 ગાડીઓના ખોટા બિલો બનાવ્યા હતા, અને 284.98 મેટ્રિક ટન કેમિકલ કંપનીમાં મોકલવાને બદલે અન્યત્ર વેચી દીધું હતું. આદિત્ય બિરલા ગ્રાસિમ કંપનીના પાનોલી સ્થિત સાવરિયા શક્તિ લોજિસ્ટિક સોલ્યુશન્સના વેરહાઉસમાં આસિસ્ટન્ટ મેનેજરે કૌભાંડ આચર્યું હતું.

અંકલેશ્વરના પાનોલી જીઆઈડીસીમાં મોટી છેતરપિંડીનો કિસ્સો સામે આવ્યો છે. આદિત્ય બિરલા ગ્રાસિમ ઇન્ડસ્ટ્રીઝ લિમિટેડ લોજિસ્ટિક આસિસ્ટન્ટ મેનેજર કંપની સાથે 4 કરોડની છેતરપિંડી આચરી છે. વાગરાના વિલાયત સ્થિત આદિત્ય બિરલા ગ્રાસિમ કંપનીના પાનોલી સ્થિત વેરહાઉસમાં ઇમ્પોર્ટ ઇપોક્ષી અને અન્ય કેમિકલ્સનો સ્ટોક રાખવામાં આવે છે. જેમાં સ્ટોકના હિસાબ દરમિયાન સમગ્ર મામલો સામે આવતા કંપની મેનેજમેન્ટ દ્વારા તપાસ કરવામાં આવી હતી.

તપાસના અંતે સાવરિયા શક્તિ લોજિસ્ટિક સોલ્યુશન્સના વેરહાઉસમાં કાર્યરત નિગમ કુમાર જગદીશ દવેએ આ કૌભાંડ આચર્યું હોવાનું સામે આવ્યું છે. જેણે 1 મે 2024થી 30 જાન્યુઆરી 2025 દરમિયાન 17 ગાડીઓના ખોટા બિલો બનાવ્યા હતા. આ રીતે તેમણે 284.98 મેટ્રિક ટન કેમિકલ કંપનીમાં મોકલવાને બદલે અન્યત્ર વેચી દીધું હતું. આ છેતરપિંડી અંગે અંતે આદિત્ય બિરલા ગ્રાસિમ કંપની ડેપ્યુટી જનરલ મેનેજર નીરવ વોરાએ પાનોલી પોલીસ મથકે ફરિયાદ નોંધાવી છે. પોલીસે ગુનો નોંધી આગળની તપાસ શરૂ કરી છે.

આ સમાચાર શેર કરો