મુંબઈ એરપોર્ટ-સ્ટેશન પર પણ લૂંટે છે રિક્ષાવાળાઓ, કાજલ ઓઝા વૈદ્યના વીડિયો પર અસિત મોદીની રાવ
અમદાવાદ રેલવે સ્ટેશન પર લેખક કાજલ ઓઝા વૈદ્યે મુશ્કેલીનો સામનો કરવો પડ્યો હતો. કાજલ

અમદાવાદ રેલવે સ્ટેશન પર લેખક કાજલ ઓઝા વૈદ્યે મુશ્કેલીનો સામનો કરવો પડ્યો હતો. કાજલ ઓઝા વૈદ્યના વીડિયો પર પ્રોડ્યુસર અસિત મોદીએ પણ પોતાની પ્રતિક્રિયા આપી છે. અસિત મોદીએ સોશિયલ મીડિયા સાઇટ એક્સ પર પોસ્ટ કરતા લખ્યુ, મુંબઇમાં પણ આવી જ સમસ્યા છે.
અસિત મોદીએ શું કહ્યું?
સોશિયલ મીડિયા સાઇટ એક્સ પર અસિત મોદીએ પોસ્ટ કરતા લખ્યુ, "અહીંયા મુંબઇ BKC, સ્ટેશન, એરપોર્ટ પાસે એવું જ છે પણ રિક્ષા, ટેક્સીવાળા ડ્રાઇવરની પણ તકલીફો છે તેમને પણ સાંભળવા પડે અને કંઇક કરવું તો જોઇએ જ."
કાજલ ઓઝા વૈદ્યે મુશ્કેલીનો કરવો પડ્યો હતો સામનો
અમદાવાદ રેલવે સ્ટેશન પર જ્યારે લેખક કાજલ ઓઝા વૈદ્ય ઉતર્યા ત્યાર કોઇ પણ રિક્ષાવાળો મીટરથી આવવા તૈયાર થયો નહતો. અમદાવાદ પોલીસને જ્યારે કાજલ ઓઝા વૈદ્યે ફરિયાદ કરી તો પોલીસે પણ કહ્યું કે અહીં તો આવું જ ચાલે છે.
આ છે આપણું અમદાવાદ, વન્ડરફુલ અમદાવાદ. એક પણ માણસને તેના વિશે ફરિયાદ કરવાની જરૂર પણ લાગતી નથી. આપણે અમદાવાદ રેલવે સ્ટેશન પર ઉતરીએ છીએ અને દલિલ કરી ભાવતાલ કરીને જતા રહીએ છીએ. How ટુ વન્ડરફુલ નહીં. આપણે બધા અન્યાયનો ભાગ છીએ.








