મુખ્ય સામગ્રી પર જાઓ
ગુજરાત

દાહોદ/ જાન પરત ફરે તે પહેલા જ દુલ્હનનું ફિલ્મી ઢબે અપહરણ, 15 બાઇક પર આવેલા શખ્સો ઉઠાવી ગયા

રાજ્યના દાહોદના એક ગામમાં અપહરણની ઘટના સામે આવી છે. દાહોદના નવાગામ ચોકડી ખાતે દુલ્હનના અપહરણની ઘટ

દાહોદ/ જાન પરત ફરે તે પહેલા જ દુલ્હનનું ફિલ્મી ઢબે અપહરણ, 15 બાઇક પર આવેલા શખ્સો ઉઠાવી ગયા

રાજ્યના દાહોદના એક ગામમાં અપહરણની ઘટના સામે આવી છે. દાહોદના નવાગામ ચોકડી ખાતે દુલ્હનના અપહરણની ઘટના બની છે.  મળતા અહેવાલ પ્રમાણે દુલ્હનને લઈને જાન પરત ફરી રહી હતી. ત્યારે તે સમયે 15 થી 20 બાઈક ચાલકો  હથિયાર લઈને પહોંચ્યા હતા.

જાનને રોકીને  દુલ્હનને ઉઠાવી ફરાર થઈ ગયા

આ શખ્સોએ જાનને રોકીને  દુલ્હનને ઉઠાવી ફરાર થઈ ગયા હતા. વરારાજા તુંરત જ પોલીસ સ્ટેશન પહોંચ્યા હતા. આ મામલે પોલીસ ફરિયાદ દાખલ કરી હતી. તો બીજી તરફ પોલીસે  ઘટનાને લઈને આગળની કાર્યવાહી હાથ ધરી છે. કતવારા પોલીસે વિવિધ ટીમો બનાવીને યુવતીની શોધખોળ આદરી છે.

આ સમાચાર શેર કરો