જૂનાગઢ: ગેસનું રેગ્યુલેટર ચાલું રહી જતા પરિણામ આવ્યું ગંભીર, પરિવારના 4 સભ્યો ગંભીર રીતે દાઝ્યા
જૂનાગઢના ગિરનાર દરવાજા નજીક આવેલા ગણેશ નગરમાં ગતરાત્રિના 10 વાગ્યાની આસપાસ એક મકાનમાં ગેસના બાટલનું

જૂનાગઢના ગિરનાર દરવાજા નજીક આવેલા ગણેશ નગરમાં ગતરાત્રિના 10 વાગ્યાની આસપાસ એક મકાનમાં ગેસના બાટલનું રેગ્યુલેટર ભૂલથી ચાલુ રહી જતા બ્લાસ્ટ થયો હતો. જેથી એક જ પરિવારના ચાર સભ્યો ગંભીર રીતે દાઝ્યા હતા. કટારિયા પરિવારના સભ્યો જમવાનું પતાવી પોતાના ફળિયામાં બેઠા હતા.
એલ્યુમિનિયમના સેક્શનવાળા બારી દરવાજા પણ બંધ
જ્યારે પરિવારનો નાનો દીકરો હિતેશ પોતાના રૂમમાં વાંચતો હતો. રસોડામાં એલ્યુમિનિયમના સેક્શનવાળા બારી દરવાજા પણ બંધ હતાં.
રસોડામાં જોરદાર બ્લાસ્ટ થયો
અચાનક જ પરિવારના સભ્યને રસોડામાં કંઈક કામ યાદ આવતા તેઓએ રસોડાનો દરવાજો ખોલી લાઈટ ઓન કરતાંની સાથે જ રસોડામાં જોરદાર બ્લાસ્ટ થયો હતો. એક ભૂલ અને પરિવારના 4 સભ્યો જીવન-મરણ વચ્ચે ઝોલાં ખાઈ રહ્યા છે.






