મુખ્ય સામગ્રી પર જાઓ
ગુજરાત

આર્ય ધ રોયલ્સ ફાઉન્ડેશન અમદાવાદ દ્વારા મહુડીયાપુરા ખાતે સાર્વજનિક ગ્રંથ મંદિરનો શુભારંભ

આણંદ જિલ્લાના મહુડીયાપુરા ખાતે આર્ય ફાઉન્ડેશન અમદાવાદ દ્વારા સાર્વજનિક ગ્રંથ મંદિરન

આર્ય ધ રોયલ્સ ફાઉન્ડેશન અમદાવાદ દ્વારા મહુડીયાપુરા ખાતે સાર્વજનિક ગ્રંથ મંદિરનો શુભારંભ

આણંદ જિલ્લાના મહુડીયાપુરા ખાતે આર્ય ફાઉન્ડેશન અમદાવાદ દ્વારા સાર્વજનિક ગ્રંથ મંદિરનો પ્રારંભ કરવામાં આવ્યો છે. આ દરમિયાન ગ્રામજનોનો પણ સારો એવો સહયોગ મળ્યો હતો.

મહુડીયાપુરા ખાતે સાર્વજનિક ગ્રંથ મંદિરનો પ્રારંભ

આણંદ જિલ્લાના પેટલાદના મહુડીયાપુરા ખાતે આર્ય ફાઉન્ડેશન અમદાવાદ તેમજ સમગ્ર ગ્રામજનોના સહયોગથી સુંદર પુસ્તકાલય ગ્રંથ મંદિરના નામે શુભારંભ થયો છે. ગ્રંથ મંદિરના પ્રારંભ દરમિયાન મુખ્ય મહેમાન તરીકે અમદાવાદના જાણીતા RJ ધ્વનિત હાજર રહ્યાં હતા. આર્ય ફાઉન્ડેશન વતી પારસ દવે તેમજ ચૈતન્ય ત્રિવેદી ઉપસ્થિત રહ્યાં હતા.આ સિવાય પ્રકાશભાઇ પરમાર, ગામના સરપંચ અર્જુનભાઇ પરમાર, માજી સરપંચ વિક્રમભાઇ, ડેરીના ચેરમેન તેમજ અન્ય હોદ્દેદારોએ ઉપસ્થિત રહી કાર્યક્રમને સફળ બનાવ્યો હતો.

સાર્વજનિક ગ્રંથ મંદિરમાં હવે ગામના વિદ્યાર્થીઓ નિ:શુલ્ક વાંચન કરી શકશે. આ ગ્રંથ મંદિરમાં રાજ્યના અનેક સર્જકો અને વિચારકોએ પોતાના પુસ્તકો ભેટ સ્વરૂપે મોકલીને સહયોગ આપ્યો હતો.

આ સમાચાર શેર કરો