મુખ્ય સામગ્રી પર જાઓ
ગુજરાત

રખિયાલ - બાપુનગરમાં અસામાજિક તત્વોના આતંક મામલે મુખ્ય આરોપીની ધરપકડ

અમદાવાદમાં અસામાજિક તત્વોએ જાહેર રોડ પર તલવારો સાથે આતંક મચાવ્યો હતો.

રખિયાલ - બાપુનગરમાં અસામાજિક તત્વોના આતંક મામલે મુખ્ય આરોપીની ધરપકડ

અમદાવાદમાં અસામાજિક તત્વોએ જાહેર રોડ પર તલવારો સાથે આતંક મચાવ્યો હતો. રખિયાલ - બાપુનગરના મુખ્ય માર્ગ પર તલવારો સાથે અસામાજિક તત્વોએ લોકોમાં ડર ફેલાવ્યો હતો. ઉલ્લેખનીય છે કે  અસામાજીક તત્વોનો તલવાર જેવા ઘાતક હથિયારો સાથે વીડિયો વાયરલ થયા હતા. પોલીસે વીડિયોને લઈને કાર્યવાહી હાથ ધરી છે.

અમદાવાદ શહેરના રખિયાલ ગરીબનગર પાસે અસામાજિક તત્વોના આતંક મામલે પોલીસ પર હુમલો કરનાર મુખ્ય આરોપીની PCB અને ક્રાઈમ બ્રાન્ચે ધરપકડ કરી છે. ફઝલ નામમાં આરોપીની રામોલથી PCB અને ક્રાઈમ બ્રાન્ચે ધરપકડ કરી છે. ફઝલ વિરુદ્ધ અગાઉ પણ ગંભીર ગુનાઓ નોંધાઈ ચૂક્યા છે.

આ સમાચાર શેર કરો