મુખ્ય સામગ્રી પર જાઓ
ગુજરાત

અર્જૂન મોઢવાડિયોનો કેબિનેટમાં સમાવેશ થશે? અમિત શાહ સાથે દિલ્હીમાં મુલાકાત બાદ અટકળો

ભાજપના ધારાસભ્ય અર્જૂન મોઢવાડિયા દિલ્હીમાં છે. મોઢવાડિયા દિલ્હીમાં કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ, ગુજરાત ભાજપના પ્રદેશ અધ્યક્ષ

અર્જૂન મોઢવાડિયોનો કેબિનેટમાં સમાવેશ થશે? અમિત શાહ સાથે દિલ્હીમાં મુલાકાત બાદ અટકળો

ભાજપના ધારાસભ્ય અર્જૂન મોઢવાડિયા દિલ્હીમાં છે. મોઢવાડિયા દિલ્હીમાં કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ, ગુજરાત ભાજપના પ્રદેશ અધ્યક્ષ સીઆર પાટિલને મળ્યા છે. કોંગ્રેસ છોડી ભાજપમાં જોડાયા બાદ મોઢવાડિયા પ્રથમ વખત દિલ્હી પહોંચ્યા છે. મોઢવાડિયા વડાપ્રધાન મોદીને મળે તેવી પણ શક્યતા છે.

સીઆર પાટિલને પણ મળ્યા મોઢવાડિયા

મોઢવાડિયાને કેબિનેટમાં તક મળી શકે

ગુજરાતમાં મંત્રી મંડળનું વિસ્તરણ થઇ શકે છે. ભૂપેન્દ્ર પટેલની સરકારમાં નવા ચહેરાઓને તક મળી શકે છે. વર્તમાન મંત્રીઓને ડ્રોપ કરીને કેટલાક નવા ચહેરાઓનો કેબિનેટમાં સમાવેશ કરવામાં આવી શકે છે.

કોંગ્રેસમાંથી ભાજપમાં આવેલા અર્જૂન મોઢવાડિયા અને સીજે ચાવડાનો કેબિનેટમાં સમાવેશ થઇ શકે છે. મોઢવાડિયા અને સીજે ચાવડાને કહેવામાં આવ્યું હતું કે તેમનો મંત્રી મંડળમાં સમાવેશ કરવામાં આવશે.

અર્જૂન મોઢવાડિયા સિવિલ એન્જિનિયર હોવાથી તેમને માર્ગ,મકાન અને જાહેર બાંધકામ વિભાગ મળે તેવી શક્યતા છે જ્યારે સીજે ચાવડા એડમિનિસ્ટ્રેટિવ અનુભવ ધરાવતા હોવાથી તેમને પશુપાલન અથવા મહેસૂલ વિભાગ મળે તેવી સંભાવના છે.

હાર્દિક પટેલ-અલ્પેશ ઠાકોરને પણ મંત્રી બનવાના અભરખા

હાર્દિક પટેલ અને અલ્પેશ ઠાકોરની મંત્રી બનવાની ઇચ્છા અધુરી રહી છે. હાર્દિક પટેલ અને અલ્પેશ ઠાકોરને પણ મંત્રી બનાવવાનું કમિટમેન્ટ કરવામાં આવ્યું હતું. જોકે, હજુ સુધી તેમને મંત્રી મંડળમાં સ્થાન મળ્યું નથી. હવે આ બન્નેએ અલ્પેશ ઠાકોર અને હાર્દિક પટેલ મંત્રી બની શકે છે કે નહીં તે તો સમય જ બતાવશે.

આ સમાચાર શેર કરો