Skip to main content
કેટેગરી લોડ થઈ રહી છે...
All Categories
  • કેટેગરી લોડ થઈ રહી છે...
હોમ / ગુજરાત / અરવલ્લી : Rahul Gandhi will visit Modasa today

Gujarat news: Rahul Gandhi મોડાસા પહોંચ્યા, જાણો સમગ્ર કાર્યક્રમની રૂપરેખા

Timeછેલ્લું અપડેટ : 16 Apr 2025
લાઇવ ટીવીGoogle News
Gujarat news:  Rahul Gandhi મોડાસા પહોંચ્યા, જાણો સમગ્ર કાર્યક્રમની રૂપરેખા

કોંગ્રેસે 2027ની ગુજરાત વિધાનસભાની ચૂંટણીને લઈને અત્યારથી તૈયારી શરૂ કરવાના મૂડમાં જોવા મળી રહી છે. ગત રાષ્ટ્રીય અધિવેશનમાં સમગ્ર પાર્ટીને મજબૂત કરવા ગુજરાતથી શરૂઆત કરવાનો નિર્ણય લેવાયો હતો. જે હેઠળ રાહુલ ગાંધી (Rahul Gandhi ) બે દિવસના ગુજરાત પ્રવાસે આવ્યા છે. આજે રાહુલ ગાંધી (Rahul Gandhi) મોડાસાની મુલાકાત લેશે.

App Store

રાહુલ ગાંધીના મોડાસા કાર્યક્રમની વિગત

સમય કાર્યક્રમ
સવારે 8:30 અમદાવાદથી મોડાસા જવા નીકળ્યા
સવારે 10:30 મોડાસા પહોંચશે
સવારે 10:30-11:00 અરલ્લી જિલ્લાના સિનિયર કોંગ્રેસ નેતા સાથે બેઠક
સવારે 11:15-12:15 જિલ્લા કોંગ્રેસ કાર્યક્રમના સંમેલનમાં હાજરી
બપોરે 1:00 અરવલ્લીથી અમદાવાદ માટે નીકળશે
બપોરે 3:00 અમદાવાદ પહોંચશે
બપોરે 3:40 એર ઈન્ડિયાની ફ્લાઇટથી દિલ્હી જવા રવાના

અહીં તેઓ સંગઠન સૃજન અભિયાનની શરૂઆત કરશે. રાહુલ ગાંધીના કાર્યક્રમને લઈને અરવલ્લી જિલ્લા પોલીસ તંત્ર દ્વારા કડક પોલીસ બંદોબસ્ત ગોઠવવામાં આવ્યો છે. પોલીસ દ્વારા કાર્યક્રમના સ્થળે સુરક્ષાની પૂરતી વ્યવસ્થા કરવામાં આવી છે. 

બપોરે 3:40 એર ઈન્ડિયાની ફ્લાઇટથી દિલ્હી જવા રવાના

નોંધનીય છે કે, મંગળવારે રાહુલ ગાંધીએ કોંગ્રેસના સિનિયર નેતાઓ સાથે બેઠક કરી નિરીક્ષકોની નિમણૂંક કરી તેમને જિલ્લાની ફાળવણી કરી દીધી હતી. ગુજરાતમાં દરેક જિલ્લામાં એક કેન્દ્રીય નિરીક્ષકની સાથે 4 ગુજરાતના નિરીક્ષકો હેશે. આ નિરીક્ષકો 23 એપ્રિલથી 8 મે સુધી જિલ્લામાં જશે. જેને 10 દિવસમાં રિપોર્ટ સબમિટ કરવાનો રહેશે. ત્યારબાદ 31 મે સુધીમાં જિલ્લા પ્રમુખોની નિમણૂક કરવામાં આવશે.