અરવલ્લીથી કુંભ મેળામાં જઈ રહેલા શ્રદ્ધાળુઓને નડ્યો અકસ્માત, 3ના ઘટનાસ્થળે મોત
અવારનવાર આપણે ગંભીર અકસ્માતના સમાચાર વિશે સાંભળતા હોઈએ છીએ. એવામાં ગુજરાતવાસીઓનો મધ્યપ્રદેશમાં એક ગમખ્વાર અક

અવારનવાર આપણે ગંભીર અકસ્માતના સમાચાર વિશે સાંભળતા હોઈએ છીએ. એવામાં ગુજરાતવાસીઓનો મધ્યપ્રદેશમાં એક ગમખ્વાર અકસ્માત સર્જાયો હતો જેમાં ત્રણ વ્યક્તિઓના ઘટનાસ્થળે મોત નિપજ્યાં હતા. અરવલ્લીથી કેટલાક શ્રદ્ધાળુઓ કુંભ મેળામાં દર્શન કરવા નિકળ્યા હતા જ્યાં મધ્યપ્રદેશમાં આ ગોઝારો અકસ્માત સર્જાયો હતો.
આ પણ વાંચો : રાજસ્થાનમાં ફોરેસ્ટ વિભાગ દ્વારા દીપડાની ખાલ અને નખના રેકેટનો પર્દાફાશ
અરવલ્લી જિલ્લાના ધનસુરા તાલુકાના લાલુકંપા ગામથી કેટલાક શ્રદ્ધાળુઓ કુંભ મેળામાં દર્શન કરવા નિકળ્યા હતા. પરંતુ શ્રદ્ધાભાવથી પુણ્ય કામ અર્થે નિકળેલા શ્રદ્ધાળુઓનો મધ્યપ્રદેશમાં ગંભીર અકસ્માત સર્જાયો હતો. મધ્યપ્રદેશના જબલપુર પાસે આ ગમખ્વાર અકસ્માતમાં મહા કુંભ મેળામાં દર્શન કરવા નીકળેલા ત્રણ શ્રધ્ધાળુના ઘટનાસ્થળે જ કરુણ મોત નિપજ્યા હતા. શ્રદ્ધાળુઓની કાર ડિવાઈડર સાથે અથડાતા અકસ્માત સર્જાયો હોવાની પ્રાથમિક માહિતી મળી રહી છે.




