મુખ્ય સામગ્રી પર જાઓ
ગુજરાત

સુરેન્દ્રનગર પોન્ઝી સ્કીમ કૌભાંડ: છેતરપિંડી થઈ હોય તે અમારો સંપર્ક કરે, CID ક્રાઈમે જાહેર કર્યા નંબર

સુરેન્દ્રનગર જિલ્લામાં નિર્માણ ગ્રુપનું કૌભાંડ સામે આવતા CID ક્રાઈમ એક્શનમા

સુરેન્દ્રનગર પોન્ઝી સ્કીમ કૌભાંડ: છેતરપિંડી થઈ હોય તે અમારો સંપર્ક કરે, CID ક્રાઈમે જાહેર કર્યા નંબર

સુરેન્દ્રનગર જિલ્લામાં નિર્માણ ગ્રુપનું કૌભાંડ સામે આવતા CID ક્રાઈમ એક્શનમાં આવી છે. મળતા અહેવાલ પ્રમાણે સુરેન્દ્રનગર જિલ્લામાં છેતરપિંડીનો ભોગ બનેલ લોકો CID ક્રાઈમ બ્રાન્ચનો સંપર્ક કરે તે અંગે અપીલ કરવામાં આવી છે.

CID ક્રાઈમ બ્રાન્ચના અધિકારીઓ પોતાના નંબર જાહેર કર્યા

CID ક્રાઈમ બ્રાન્ચના અધિકારીઓ પોતાના નંબર જાહેર કર્યા છે. CID ક્રાઈમ તપાસ અધિકારી જે.એ.પ્રજાપતિએ પોતાના નંબરો જાહેર કર્યા છે.  સુરેન્દ્રનગર જિલ્લામાં પણ જમીન મકાનોના નામે રૂપિયા પડાવી લઈ છેતરપિંડી આચરીને આ ગ્રુપ સાથે સંકળાયેલા લોકો ફરાર થયા છે.

આ પણ વાંચો: VIDEO: બગોદરા- વટામણ હાઇવે પર ખાનગી ટ્રાવેલ્સની બસને નડ્યો અકસ્માત, 10થી વધુ મુસાફરો ઈજાગ્રસ્ત

90થી વધુ મહિલાઓના અંદાજે રૂા.૧ કરોડથી વધુની છેતરપીંડી આચરી

મેથાણ ગામમાં ૯૦થી વધુ મહિલાઓના અંદાજે રૂા.૧ કરોડથી વધુની છેતરપીંડી આચરી છે. જે મામલે ધ્રાંગધ્રા તાલુકા પોલીસ મથક દ્વારા ભોગ બનનાર લોકોને ગાંધીનગર સીઆઈડી ક્રાઈમનો સંપર્ક કરવા જણાવાયું છે. બીજી તરફ સમગ્ર કૌભાંડ આચરનાર ઠગ દંપતિ હજુ પકડથી દૂર છે.

ગાંધીનગર સીઆઈડી ક્રાઈમનેતપાસ સોંપી

પ્રસિધ્ધિ નિર્માણ ગૃપના કૌભાંડની તપાસ સ્થાનીક પોલીસ મથક ઉપરાંત ગાંધીનગર સીઆઈડી ક્રાઈમને સોંપવામાં આવી છે. બે મહિના પહેલા ગુનો નોંધાયો હોવા છતાં હજુ સુધી ગૃપના મુખ્ય સુત્રધાર અને આરોપીઓ રમણભાઈ કરશનભાઈ નાઈ અને તેજલબેન રમણભાઈ નાઈ સહિત અન્ય વહિવટ કરનાર લોકો પોલીસ પકડથી બહાર છે.  પોલીસની કામગીરી સામે પણ રોકાણકારોમાં રોષ જોવા મળી રહ્યો છે અને કોઈ રાજકીય લાગવગના જોરે ઢીલી તપાસ થઈ રહી હોવાનું ચર્ચાઈ રહ્યું છે.

આ સમાચાર શેર કરો