વીડિયોમાં તલવારો સાથે દેખાતા અસામાજિક તત્વોની શાહીબાગ પોલીસ દ્વારા ગણતરીના કલાકોમાં ધરપકડ
અમદાવાદ શહેર શાહીબાગ પોલીસ સ્ટેશન વિસ્તારમાં આવેલ અસારવા બ્રીજ નીચે અસારવા કુબેરપુરા ભીલવાસ ખાતે

અમદાવાદ શહેર શાહીબાગ પોલીસ સ્ટેશન વિસ્તારમાં આવેલ અસારવા બ્રીજ નીચે અસારવા કુબેરપુરા ભીલવાસ ખાતે ઇસમો પોતાના હાથમાં જાહેરમાં તલવાર રાખી આમ જનાતામાં ભય ફેલાવતો હોય તેવો વીડિયો સોશિયલ મીડિયામાં વાયરલ થયો હતો. અમદાવાદમાં અસામાજિકો તત્ત્વો બેફામ બન્યા બાદ પોલીસ પણ એક્શન મોડમાં આવી ગઈ છે. તાત્કાલિક અસામાજિકો તત્ત્વોને ઝડપી કાયદાનો પાઠ ભણાવ્યો હતો.
આ બનાવની જાણ પોલીસ સ્ટેશન કરતા તાત્કાલીક સ્થળ ઉપર જઇ વીડિયોમાં દેખાતા ઇસમોને સ્થળ ઉપર પકડી તેઓના વિરૂધ્ધમાં કાયદેસર કાર્યવાહી કરી શાહીબાગ પોલીસ સ્ટેશનમાં ગુના દાખલ કરવામાં આવો હતો.ધરપકડ બાદ આરોપીઓ સાથે ઘટનાનું રી-કન્સ્ટ્રક્શન કરવામાં આવ્યું હતું. પોલીસની હાજરીમાં આરોપીઓએ નાગરિકોની માફી માંગી હતી.
પકડાયેલ આરોપી :
(૧) વિશાલ ઉર્ફે રામ સ/ઓ દિનેશભાઇ ઢુંઢીયા
(૨) સુરેશ ઉર્ફે કાંચો મનુભાઇ ભીલ(રાણા)
બન્ને આરોપી ગુનાહિત ઇતિહાસ ધરાવે છે. આરોપી વિશાલ ઉર્ફે રામ સ/ઓ દિનેશભાઇ ઢુંઢીયા સામે પાસા સહિત 13 ગુન્હા નોંધાઈ ચુક્યા છે. જયારે આરોપી સુરેશ ઉર્ફે કાંચો મનુભાઇ ભીલ(રાણા) સામે પાસા સહિત 10 ગુન્હા નોંધાઈ ચુક્યા છે.








