મુખ્ય સામગ્રી પર જાઓ
ગુજરાત

VIDEO : અમદાવાદ બાદ રાજકોટ અને ભાવનગરમાં ખુલી તલવારો સાથે અસામાજિક તત્ત્વોએ મચાવ્યો આતંક

ગુજરાતમાં કાયદો અને વ્યવસ્થાના લીરેલીરા ઉડ્યા છે. અસામાજિક તત્ત્વોને પોલીસનો કો

VIDEO : અમદાવાદ બાદ રાજકોટ અને ભાવનગરમાં ખુલી તલવારો સાથે અસામાજિક તત્ત્વોએ મચાવ્યો આતંક

ગુજરાતમાં કાયદો અને વ્યવસ્થાના લીરેલીરા ઉડ્યા છે. અસામાજિક તત્ત્વોને પોલીસનો કોઈ ડર જ રહ્યો ન હોય એવી સ્થિતિ ઉભી થઇ છે. અમદાવાદ બાદ રાજકોટ અને ભાવનગરમાં ખુલી તલવારો સાથે અસામાજિક તત્ત્વોએ આતંક મચાવ્યો છે, જેના વીડિયો સોશિયલ મીડિયામાં વાયરલ થયા છે.

રાજકોટના રૂખડીયાપરામાં યુવક પર હુમલો 

રાજકોટ શહેરમાં ગુનેગારોમાં પોલીસની ધાક ઓસરી રહી છે. અસામાજિક તત્વોનો આતંક મચાવતો વધુ એક વિડિયો સામે આવ્યો છે. રાજકોટના રૂખડીયાપરા વિસ્તારમાં ખુલ્લી તલવાર અને કુહાડી જેવા તિક્ષણ હથિયાર સાથે અસામાજિક તત્ત્વોએ આતંક મચાવીને એક વ્યક્તિ પર જીવલેણ હુમલો કર્યો છે. આ ઘટનામાં ઈજાગ્રસ્ત યુવકે હુમલાખોરો વિરુદ્ધ પોલીસ ફરિયાદ નોંધાવી છે. હુમલાની આ સમગ્ર ઘટના CCTV ફૂટેજ સામે આવ્યા છે. જુઓ આ વીડિયો : 

ભાવનગરના ડોન ચોકમાં લુખ્ખા તત્ત્વોનો આતંક

ભાવનગર શહેરના ડોન ચોકમાં લુખ્ખા તત્ત્વોનો આતંક સામે આવ્યો છે. ડોન ચોક વિસ્તારમાં હર્ષ મહેતા નામના યુવકે સ્કુટર આપવાની ના પાડતા અસામાજિક તત્ત્વોએ તેના ઘરની બહાર ખુલ્લી તલવાર સાથે જાહેરમાં આતંક મચાવ્યો હતો. આ ઘટનાનો વીડિયો વાયરલ થયો છે. 

આ સમાચાર શેર કરો