મુખ્ય સામગ્રી પર જાઓ
ગુજરાત

અમદાવાદમાં એન્ટી હ્યુમન ટ્રાફિકીંગ યુનિટે છેલ્લાં 6 મહિનામાં 96 બાળકોનું રેસક્યુ કર્યું

અમદાવાદ શહેરમાં ભીક્ષાવૃત્તિ, બાળમજુરી કરતા બાળકોને રેસક્યુ કરીને તેમને સમાજની

અમદાવાદમાં એન્ટી હ્યુમન ટ્રાફિકીંગ યુનિટે છેલ્લાં 6 મહિનામાં 96 બાળકોનું  રેસક્યુ કર્યું

અમદાવાદ શહેરમાં ભીક્ષાવૃત્તિ, બાળમજુરી કરતા બાળકોને રેસક્યુ કરીને તેમને સમાજની મુખ્ય દિશામાં સક્રિય કરવા માટે અમદાવાદ પોલીસ દ્વારા વિશેષ ડ્રાઇવ શરૂ કરવામાં આવી હતી. જેમાં અમદાવાદ ક્રાઇમબ્રાંચના તાબામાં આવતા એન્ટી હ્યુમન ટ્રાફિકીંગ યુનિટ દ્વારા છેલ્લાં 6 મહિનામાં 96 જેટલા બાળકોને રેસક્યુ કરાયા છે.

આ બાળકોમાં અલગ અલગ કારણોસર ગુમ થયેલા બાળકો પણ સમાવેશ થાય છે. પરંતુ,  મોટાભાગના બાળકો બાળ મજુરી અને ભીક્ષાવૃત્તિ સાથે સંકળાયેલા હતા.

18 વર્ષથી નીચેની ઉમરના 96 બાળકોનું રેક્સ્યૂ 

અમદાવાદમાં  કેટલીંક ગેંગ દ્વારા મોટાપાયે બાળકો પાસે ભીક્ષાવૃત્તિ  ઉપરાંત, તેમની પાસે ડ્રગ્સની હેરફેર કે કેટલાંક અન્ય ગેરકાયદેસર કામો કરાવવામાં આવતા હોવાના કિસ્સા સામે આવ્યા હતા,  જે અનુસંધાનમાં અમદાવાદ ક્રાઇમ બ્રાંચના એન્ટી ટ્રાફિકીંગ યુનિટ દ્વારા 6 મહિના પહેલા કામગીરી હાથ ધરવામાં આવી છે. જેમાં 18 વર્ષથી નીચેની ઉમરના 96 જેટલા બાળકોને રેસક્યુ કરવામા આવ્યા હતા.

બાળમજુરી કરાવતા 10  જેટલા એકમો સામે ગુના નોંધવામા આવ્યા 

આ અંગે પોલીસ ઇન્સ્પેક્ટર એસ જે ભાટીયાએ જણાવ્યું કે 96 બાળકો પૈકી 65 બાળકો અમદાવાદમાં જાહેર સ્થળો તેમજ સિગ્નલ પર ભીક્ષાવૃત્તિ  સાથે સંકળાયેલા હતા, જેમાં 37 બાળકીઓેનો સમાવેશ થતો હતો. 

આ ઉપરાંત, બાળમજુરી કરતા 28 બાળકોને સામાજીક સંસ્થાની મદદથી  રેસક્યુ કરાયા છે, જેમાં તેમની પાસે મજુરી કરતા 10  જેટલા એકમો સામે ગુના નોંધવામા આવ્યા છે. આ ઉપરાંત, આઠ સગીરોને અપહરણ અને ગુમ થયાના કેસમાં શોધી કાઢવામાં આવ્યા છે.  પોલીસ દ્વારા આ ડ્રાઇવ આગામી દિવસમાં ચાલુ રહેશે.

આ સમાચાર શેર કરો