મુખ્ય સામગ્રી પર જાઓ
ગુજરાત

સુરતના હીરાઉદ્યોગ માથે વધુ એક મુશ્કેલી, ઈરાન-ઇઝરાયલ યુદ્ધથી 1200 કરોડનો વેપાર ઠપ્પ થવાની ભીતિ

સુરતનો હીરા ઉદ્યોગ યુક્રેન અને રશિયા યુદ્ધ બાદ મંદીના માહોલમા

સુરતના હીરાઉદ્યોગ માથે વધુ એક મુશ્કેલી, ઈરાન-ઇઝરાયલ યુદ્ધથી 1200 કરોડનો વેપાર ઠપ્પ થવાની ભીતિ

સુરતનો હીરા ઉદ્યોગ યુક્રેન અને રશિયા યુદ્ધ બાદ મંદીના માહોલમાંથી પસાર થઈ રહ્યો છે. ત્યારે હવે વિશ્વભરની નજર ઈરાન અને ઇઝરાયલ વચ્ચે ફાટી નીકળેલા યુદ્ધ પર છે. હાલ જે પરિસ્થિતિ ઊભી થઈ છે તેની સીધી અસર સુરતના હીરા ઉદ્યોગ પર જોવા મળી રહી છે. જ્યારથી આ પરિસ્થિતિ સર્જાઈ છે ત્યારથી જ ઇઝરાયલ સાથે હીરાના વેપાર ઠપ થઈ ગયો છે. છેલ્લા બે વર્ષથી હીરા ઉદ્યોગમાં મંદી છે ત્યારે બીજી બાજુ ઈરાન અને ઇઝરાયલ વચ્ચે સર્જાયેલા તણાવને કારણે ઈઝરાયલથી સુરતના હીરા વેપારીઓ પણ પરત આવવાના શરૂ થઈ ગયા છે. આ યુદ્ધની સીધી અસર 1400 કરોડના હીરા ઉદ્યોગના એક્સપોર્ટ પર જોવા મળી રહી છે.

ઈઝરાયેલ સાથે 18 ટકા વેપાર 

 ઈન્ડિયન ડાયમંડ ઈન્સ્ટીટ્યુટના ચેરમેન દિનેશ નાવડીયાએ કહ્યું કે, આ યુદ્ધની સુરતમાં મોટી નેગેટિવ ઇમ્પેક્ટ પડશે. 2023માં ઇઝરાયલમાં એક્સપોર્ટ રેશિયો 18.4 ટકા હતો. ઇઝરાયલમાં 1400 કરોડની નિકાસ થાય છે પણ જે પ્રમાણે સ્થિતિ વણસી રહી છે, અમેરિકાની પણ એન્ટ્રી થઈ છે, જેથી અસર વધુ ઘેરી બનશે. અમેરિકાએ ઈરાન પર આર્થિક પ્રતિબંધ પણ લાદ્યા છે. છતાં દિવાળી સુધી કારખાનેદારો, રત્નકલાકારોને કામ મળી રહે તે માટે અમે સતત પ્રયત્નો કરીશું. જો યુદ્ધ લાંબુ ખેંચાશે તો દિવાળી પછીનું વેકેશન કેટલું લાંબુ જશે એ કહેવું મુશ્કેલ છે.

નોંધપાત્ર અસર દેખાશે

સુરતમાં કટ અને પોલિશ થતા હીરાની નિકાસ વિશ્વભરમાં કરી રહ્યું છે. વિશ્વના 90 ટકા હીરા સુરતમાં જ તરાશવામાં આવે છે. સુરતનો હીરા ઉદ્યોગ આ પૈકી 18 ટકાથી વધુ હીરાનો માલ ઇઝરાયલમાં નિકાસ કરી રહ્યો છે. આવી સ્થિતિમાં જ્યારે ઈરાન અને ઈઝરાયલ વચ્ચે યુદ્ધની સ્થિતિ સર્જાઈ ગઈ છે ત્યારે ઉદ્યોગપતિઓનું કહેવું છે કે, સંભવત કે, આગામી દિવસોમાં પણ સ્થાનિક હીરા વેપાર પર તેની નોંધપાત્ર અસર પડશે. એક તરફ ઈરાન અને ઈઝરાયલ વચ્ચે યુદ્ધની સ્થિતિ અને બીજી તરફ બજારને ધ્યાનમાં રાખીને હીરા ઉદ્યોગ સાથે સંકળાયેલા લોકો માની રહ્યા છે કે, દિવાળી પછી પણ તેની અસર જોવા મળી શકે છે. ઈઝરાયલમાં રહેતા સુરતના હીરા ઉદ્યોગ સાથે સંકળાયેલા વેપારીઓ સ્થાનિક સ્થિતિ જોઈને તેમજ ભારત સરકારની ગાઈડલાઈનનું પાલન કરીને સ્વદેશ પરત ફરી રહ્યા હોવાની માહિતી મળી રહી છે.

આ સમાચાર શેર કરો