VIDEO: નસવાડીમાં વધુ એક સગર્ભાને ઝોળીમાં નાખી હોસ્પિટલ પહોંચાડાઈ, પ્રાથમિક સુવિધાઓ ઝંખતા સ્થાનિકો
નસવાડી તાલુકામાં રસ્તાના અભાવે દર્દીઓને ઝોળીમાં લઈ જવાની ઘટના સામાન્ય બની ગઈ છે. એમાં
નસવાડી તાલુકામાં રસ્તાના અભાવે દર્દીઓને ઝોળીમાં લઈ જવાની ઘટના સામાન્ય બની ગઈ છે. એમાં પણ સગર્ભા મહિલાને પ્રસૃતિ માટે ઝોળીમાં લઈ જવાની ઘટનાઓ વારંવાર સામે આવે છે. કુકરદા ગામમાં સગર્ભા મહિલાને એક કિલોમીટર દૂર ઝોળીમાં નાખી એમ્બ્યુલન્સ સુધી લઈ જવી પડી હતી.
માત્ર એક દિવસ પહેલા જ આ મહિલાને જ્યારે પ્રસૃતિની પીડા ઉપડી હતી ત્યારે તેને સ્ટ્રેચરમાં લઈ જવાઈ હતી, પરંતુ હોસ્પિટલમાંથી કહેવાયું હતુ કે પ્રસૃતિના સમયને વાર છે. જેથી મહિલાને ફરી ઘરે જવું પડ્યું અને હવે બીજા દિવસે ફરીથી સગર્ભા મહિલાના અને તેના પરિવારજનોને આ જ સ્થિતિમાંથી પસાર થવું પડ્યું છે.
ભૂતકાળમાં આ પ્રકારની ઘટનામાં કોર્ટ પણ કડક ટકોર કરી ચૂકી છે, પણ વાસ્તવિકતા એ છે કે, આદિવાસી વિસ્તારોમાં આઝાદીના આટલા વર્ષો બાદ પણ પાક્કા રસ્તા બન્યાં નથી, જેથી આજે પણ અહીંના લોકો પ્રાથમિક સુવિધા માટે લાચારી ભોગવી રહ્યાં છે.





