મુખ્ય સામગ્રી પર જાઓ
ગુજરાત

Video: નસવાડીમાં વિકાસના દાવા પોકળ, સગર્ભાને ખુલ્લી જીપમાં સુવડાવી એમ્બ્યુલન્સ સુધી લઈ જવાની પડી ફરજ

છોટાઉદેપુરના નસવાડીમાં વધુ એકવાર વિકાસના દાવાઓ વચ્ચે વરવી વાસ્તવિકતા સામે આવી છે. ખોખ

છોટાઉદેપુરના નસવાડીમાં વધુ એકવાર વિકાસના દાવાઓ વચ્ચે વરવી વાસ્તવિકતા સામે આવી છે. ખોખરા ગામમાં પાકા રસ્તાના અભાવે એક સગર્ભા મહિલાને જે હાલાકી ભોગવવી પડી, તેણે તંત્રની કામગીરી સામે ગંભીર સવાલો ઉભા કર્યા છે. સ્થાનિકોએ સગર્ભા મહિલાને ખુલ્લી પીકઅપ જીપમાં સુવડાવીને એમ્બ્યુલન્સ સુધી લઈ જવાની ફરજ પડી હતી.

એમ્બ્યુલન્સ ખોખરા ગામની બહાર અડધો કલાકથી ઉભી હતી

કાચા રસ્તાને કારણે 108 એમ્બ્યુલન્સ ખોખરા ગામની બહાર અડધો કલાકથી ઉભી હતી અને પીકઅપ જીપ પહોંચ્યા બાદ સગર્ભા મહિલાને હોસ્પિટલમાં લઇ જવામાં આવી હતી. 800ની વસ્તી ધરાવતા આ ગામના લોકો માટે માંદગીના સમયે હોસ્પિટલ પહોંચવું એક મોટો પડકાર બની ગયો છે.

આ સમાચાર શેર કરો