મુખ્ય સામગ્રી પર જાઓ
ગુજરાત

અમરેલી લેટરકાંડમાં વધુ એક મોટી કાર્યવાહી, ત્રીજા નંબરના આરોપીને સરપંચ પદેથી કરાયો સસ્પેન્ડ

અમરેલીઃ લેટરકાંડ મુદ્દે ત્રીજા નંબરનો આરોપી અશોક માંગરોળીયાને સરપંચ પદેથી સસ્પેન્ડ કરવામાં આવ્યો છે. આર

અમરેલી લેટરકાંડમાં વધુ એક મોટી કાર્યવાહી, ત્રીજા નંબરના આરોપીને સરપંચ પદેથી કરાયો સસ્પેન્ડ

અમરેલીઃ લેટરકાંડ મુદ્દે ત્રીજા નંબરનો આરોપી અશોક માંગરોળીયાને સરપંચ પદેથી સસ્પેન્ડ કરવામાં આવ્યો છે.  આરોપી અશોક માંગરોળીયા જસવંતગઢ ગ્રામ પંચાયતનો સરપંચ હતો. અશોક માંગરોળીયાને ગુજરાત પંચાયત અધિનિયમ 1993ની કલમ (59) હેઠળ હોદ્દા પરથી દુર કરવા હુકમ કરાયો છે. આરોપી આ કેસમાં દોષમુક્ત ન થાય ત્યાં સુધી હોદ્દા પરથી મોકૂફ કરવામાં આવ્યો છે. અમરેલી જિલ્લા વિકાસ અધિકારી પરીમલ પંડ્યા દ્વારા આરોપી સરપંચ સામે કાર્યવાહી કરવામાં આવી છે.

કેસની તપાસ સ્ટેટ મોનિટરિંગ સેલને સોંપાઈ

મહત્ત્વનું છે કે, અમરેલીના બહુ ચર્ચિત લેટરકાંડ કેસમાં ધરપકડ કરાયેલી પાટીદાર યુવતીને ન્યાય અપાવવા માટે રાજકીય અને સામાજિક આગેવાનો મેદાને ઉતર્યા છે. પરેશ ધાનાણી, પ્રભાત દુધાત સહિતના નેતાઓએ સુરતના માનગઢ ચોકમાં ધરણાં પ્રદર્શનની જાહેરાત કરી હતી, જો કે એ પહેલા જ તેમની અટકાયત કરવામા આવી હતી. ત્યારે લેટરકાંડ કેસની તપાસ સ્ટેટ મોનિટરિંગ સેલને સોંપવામાં આવી છે. આ સમગ્ર કેસની તપાસ નિર્લિપ્ત રાય કરશે.

ત્રણ પોલીસકર્મીને સસ્પેન્ડ કરાયા

ઉલ્લેખનીય છે ફરજમાં બેદરકારી બદલ લોકલ ક્રાઇમ બ્રાન્ચમાં ફરજ બજાવતાં ત્રણ પોલીસકર્મીને સસ્પેન્ડ કરવામાં આવ્યા છે. જેમાં કિશન આસોદરીયા, વરજાંગ મૂળયાસીયા અને મહિલા પોલીસ કર્મી હિનાબેન મેવાડાને સસ્પેન્ડ કરાયા છે. આ કાર્યવાહી અમરેલી જિલ્લા પોલીસ વડા (SP) સંજય ખરાતેએ કરી છે.

આ પણ વાંચોઃ ‘શ્રી પટેલની સરકાર ઉથલાવવાનું ષડયંત્ર’, આ નેતાના ટ્વીટથી ગુજરાતના રાજકારણમાં ખળભળાટ

શું હતી સમગ્ર ઘટના? 

અમરેલીમાં તાલુકા પંચાયત પ્રમુખ કિશોર કાનપરિયાના નામવાળો નકલી લેટરપેડ સોશિયલ મીડિયામાં વાઈરલ કરાયો હતો. આ મામલે કાનપરિયાએ પોલીસમાં ફરિયાદ કરી હતી અને કેન્દ્રીય મંત્રી સી. આર. પાટીલને પત્ર લખીને ઘટના અંગે જાણકારી આપી હતી. નકલી લેટરપેડમાં ધારાસભ્ય કૌશિક વેકરિયા પર ગંભીર આરોપો મૂકાયા હોવાથી વેકરિયાના સમર્થકો ગાંધીનગર સુધી પહોંચ્યા હતા. સમગ્ર મામલો જિલ્લા પોલીસ વડા સુધી પહોંચતા લોકલ ક્રાઇમ બ્રાન્ચ, સાયબર ક્રાઇમ સહિતની પોલીસની ટીમો દ્વારા તપાસ હાથ ધરવામાં આવી હતી. જેમાં પોલીસ દ્વારા ધારાસભ્યને બદનામ કરવાનું કાવતરું ઘડનારાના કેસમાં ભાજપના પૂર્વ હોદ્દેદાર અને પાટીદાર દીકરી સહિત 4ની ધરપકડ કરી હતી. જો કે, ધરપકડ કરાયેલી પાટીદાર યુવતીને 3 જાન્યુઆરી 2025ના રોજ જામીન મળ્યા હતા અને જેલ મુક્ત થઈ હતી.

આ સમાચાર શેર કરો