મુખ્ય સામગ્રી પર જાઓ
ગુજરાત

સુરતમાં ચાંદીપુરા વાયરસના કહેર વચ્ચે વધુ એક માસૂમનુ મોત, 3 વર્ષની બાળકીનો ઝાડા ઉલટીએ લીધો ભોગ

સમગ્ર રાજ્યમાં ચાંદીપુરા વાયરસ હાહાકાર મચાવી રહ્યો છે. ત્યારે નાના બાળકોના સ્વાસ્થ્યને લઈને સૌ કોઈ ચિં

સુરતમાં ચાંદીપુરા વાયરસના કહેર વચ્ચે વધુ એક માસૂમનુ મોત, 3 વર્ષની બાળકીનો ઝાડા ઉલટીએ લીધો ભોગ

સમગ્ર રાજ્યમાં ચાંદીપુરા વાયરસ હાહાકાર મચાવી રહ્યો છે. ત્યારે નાના બાળકોના સ્વાસ્થ્યને લઈને સૌ કોઈ ચિંતિત છે. સુરતમાં શંકાસ્પદ ચાંદીપુરાના થયેલા મોત બાદ આજે ઝાડા ઉલટીની ફરિયાદ બાદ એક બાળકીનું મોત મૃત્યુ થયુ હતું. જેથી પરિવારજનો શોકમાં ગરકાવ થઈ ગયા હતા.

ઊઠ્યા બાદ ઝાડા ઉલટી 

પીપલોદ વિસ્તારમાં રહેતી ખુશી કુમારી મહતો નામની બાળકીનું મોત નીપજ્યું હતું. બાળકીની ઉંમર માત્ર ત્રણ વર્ષની હતી. મૂળ બિહારના વતની એવા પરિવારને ત્રણ વર્ષની બાળકીને સવારે ઊઠ્યા બાદ ઝાડા ઉલટી શરૂ થઈ ગયા હતા. ત્યારબાદ પરિવારજનો બાળકીને રિક્ષામાં બેસાડીને સુરત સિવિલ હોસ્પિટલ લાવ્યા હતા. જ્યાં બાળકીને મૃત જાહેર કરી હતી. દીકરીના મોતના પગલે પરિવાર શોકમાં ગરકાવ થઈ ગયું છે. હાલ સમગ્ર ઘટનાની વધુ તપાસ પોલીસે હાથ ધરી છે.

સારવાર મળે તે પહેમા મોત

ખુશી કુમારી ત્રણ વર્ષની હતી. બિહારની વતની હતી. ગઈકાલથી તેની તબિયત નાદૂરસ્ત લાગતી હતી. ગઈકાલે નજીકની ક્લિનિક પરથી તેમને દવા આપવામાં આવી હતી. આજે સવારે તબિયત વધુ લથડતા સિવિલ હોસ્પિટલમાં લાવવામાં આવી હતી. જોકે સિવિલ હોસ્પિટલમાં સારવાર મળે તે પહેલા જ તબીબોએ તેણીને મૃત જાહેર કરી હતી.

આ સમાચાર શેર કરો