મુખ્ય સામગ્રી પર જાઓ
ગુજરાત

Gujarat news: ગુજરાતમાં ઠંડીને લઈ હવામાન વિભાગની વધુ એક આગાહી, નલિયા ફરી બન્યું રાજ્યનું સૌથી ઠંડુ સ્થળ

રાજ્યમાં ઠંડીને લઈ હવામાન વિભાગનું એક નિવેદન જારી કરવામાં આવ્યું છે. જેમાં જણા

Gujarat news: ગુજરાતમાં ઠંડીને લઈ હવામાન વિભાગની વધુ એક આગાહી, નલિયા ફરી બન્યું રાજ્યનું સૌથી ઠંડુ સ્થળ

રાજ્યમાં ઠંડીને લઈ હવામાન વિભાગનું એક નિવેદન જારી કરવામાં આવ્યું છે. જેમાં જણાવાયું છે કે આગામી દિવસોમાં તાપમાન યથાવત રહેશે. સાત દિવસના સમયગાળા દરમિયાન વાતાવરણ સંપૂર્ણ સૂકું રહેશે. રાજ્યમાં સૌથી ઓછું તાપમાન કચ્છના નલિયામાં 10 ડિગ્રી સેલ્શિયસની આસપાસ નોંધાયું છે. 

શીતલહેરની તીવ્રતા સામાન્ય રહેશે

ગુજરાતમાં ઉત્તર-પૂર્વીય પવન ફૂંકાતાં ઠંડીના તાપમાનમાં ઘટાડો નોંધાયો છે. આગામી સાત દિવસના સમયગાળા દરમિયાન વાતાવરણ સંપૂર્ણ સૂકું રહેશે, તાપમાનમાં કોઈ ખાસ મોટો ફેરફાર નહિ થાય. કચ્છના નલિયામાં લઘુત્તમ તાપમાન 10 ડિગ્રી સેલ્શિયસની આસપાસ નોંધાયું છે. હવામાન વિભાગ તરફથી જારી કરવામાં આવેલી માહિતી પ્રમાણે શીતલહેરની તીવ્રતા સામાન્ય રહેશે. સૌરાષ્ટ્રનો મધ્ય ભાગ, ઉત્તર ગુજરાત અને કચ્છમાં લઘુત્તમ તાપમાન સામાન્ય કે સામાન્યથી નીચું રહેવાની સંભાવના છે, જ્યારે રાજ્યના બાકીના વિસ્તારોમાં સામાન્યથી થોડું વધુ તાપમાન રહેવાની શક્યતા છે.

આ સમાચાર શેર કરો