મુખ્ય સામગ્રી પર જાઓ
ગુજરાત

Gir somnath news: પાક નિષ્ફળ જવાથી વધુ એક ખેડૂતનો આપઘાત, લોનની ભરપાઈની ચિંતામાં કૂવામાં ઝંપલાવ્યું

કમોસમી વરસાદ ગુજરાતના ખેડૂતો માટે 'કાળ' બનીને ત્રાટક્યો છે. ગીર સોમનાથ જિલ્લાના ઉના તાલુકા

Gir somnath news: પાક નિષ્ફળ જવાથી વધુ એક ખેડૂતનો આપઘાત, લોનની ભરપાઈની ચિંતામાં કૂવામાં ઝંપલાવ્યું

કમોસમી વરસાદ ગુજરાતના ખેડૂતો માટે 'કાળ' બનીને ત્રાટક્યો છે. ગીર સોમનાથ જિલ્લાના ઉના તાલુકામાં એક હૃદયદ્રાવક ઘટના સામે આવી છે, જ્યાં પાક નિષ્ફળ જવાના અને લોનના બોજ તળે દબાયેલા 50 વર્ષીય ખેડૂતે આપઘાત કરી જીવન ટૂંકાવ્યું છે.

કુવામાં પડતું મૂકી આપઘાત કર્યો

ઉના તાલુકાના રેવદ ગામના વતની 49 વર્ષીય ખેડૂત ગફારભાઈ મુસાભાઈ ઉન્નડ એ આ દુઃખદ પગલું ભર્યું છે. ગઈકાલે ખેડૂતે પોતાની માલિકીની જમીનમાં આવેલા કુવામાં કૂદીને જીવન ટૂંકાવી દીધું છે. 

લોનની ચિંતા અને ડિપ્રેશનને કારણે અંતિમ પગલું ભર્યું

પોલીસે મૃતકના સગાનું નિવેદન નોંધ્યું હતું. નિવેદન અનુસાર ગફારભાઈએ લોન લઈને મોંઘા બિયારણની ખરીદી કરી હતી અને વાવેતર કર્યું હતું, પરંતુ તાજેતરના કમોસમી વરસાદને કારણે તેમની જમીનમાં મગફળીના પાથરા પલળી જતાં પાકમાં ભારે નુકસાન થયું હતું. પાક નિષ્ફળ જવાથી તેઓ અત્યંત ચિંતિત હતા. મૃતકે સેવા સહકારી મંડળીમાંથી ટૂંકી મુદ્દતનું પાક ધિરાણ લીધું હતું, જેનો બોજ તેમને સતાવી રહ્યો હતો. કમોસમી વરસાદથી પાક નિષ્ફળ જતાં આર્થિક બોજના કારણે તેઓ ડિપ્રેશનમાં સરી પડ્યા હતા અને આ પગલું ભરી લીધું હોવાનું જાહેર થયું છે.

આ સમાચાર શેર કરો