મુખ્ય સામગ્રી પર જાઓ
ગુજરાત

અમદાવાદ શહેરમાં HMPVનો વધુ એક કેસ, ગોતામાં 4 વર્ષના બાળકનો રિપોર્ટ પોઝિટિવ

અમદાવાદ શહેરમાં HMPVનો વધુ એક કેસ નોંધાયો છે. અમદાવાદ શહેરના ગોતા વિસ્તારમાં ચાર વર્ષના બા

અમદાવાદ શહેરમાં HMPVનો વધુ એક કેસ, ગોતામાં 4 વર્ષના બાળકનો રિપોર્ટ પોઝિટિવ

અમદાવાદ શહેરમાં HMPVનો વધુ એક કેસ નોંધાયો છે. અમદાવાદ શહેરના ગોતા વિસ્તારમાં ચાર વર્ષના બાળકનો HMPV રિપોર્ટ પોઝિટિવ આવ્યો છે. જેથી બાળકને એસજીવીપી હોસ્પિટલમાં સારવાર હેઠળ ખસેડવામાં આવ્યો છે. બાળકને શરદી ખાંસી અને તાવની તકલીફ હતી તેમજ બાળકની કોઈ ટ્રાવેલ હિસ્ટ્રી નહોતી.

આ પણ વાંચો : હવામાન વિભાગની આગાહી: ગુજરાતમાં કમોસમી વરસાદનું સંકટ ટળ્યું

અત્યાર સુધીમાં અમદાવાદ શહેરની હોસ્પિટલમાં HMPVના કુલ 7 કેસ નોંધાયા છે. આ પૈકી 3 દર્દી અમદાવાદ બહારના હતા. આ પહેલા અમદાવાદ શહેરમાં નોંધાયેલા તેમજ હોસ્પિટલમાં સારવાર લઈ રહેલા દર્દીઓને ડિસ્ચાર્જ આપવામાં આવ્યા છે. જ્યારે તાજેતરમાં ગોતા વિસ્તારમાંથી HMPV પોઝીટીવ બાળકને હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યો છે.

આ સમાચાર શેર કરો