મુખ્ય સામગ્રી પર જાઓ
ગુજરાત

હવામાન વિભાગની આગાહી: ગુજરાતમાં કમોસમી વરસાદનું સંકટ ટળ્યું

હવામાન વિભાગ દ્વારા આગાહી આપવામાં આવી છે જેમાં રાજ્ય ઉપરથી માવઠાનું સંકટ ટળ્યું હોવાના સમ

હવામાન વિભાગની આગાહી: ગુજરાતમાં કમોસમી વરસાદનું સંકટ ટળ્યું

હવામાન વિભાગ દ્વારા આગાહી આપવામાં આવી છે જેમાં રાજ્ય ઉપરથી માવઠાનું સંકટ ટળ્યું હોવાના સમાચાર મળી રહ્યા છે. હવામાન વિભાગના અધિકારી દ્વારા હાલ સંભવિત આવનારી સિસ્ટમ નબળી પડી રહી હોવાની માહિતી મળી રહી છે.

આ પણ વાંચો : ગુજરાતમાં ફરી ભર શિયાળે માવઠું: આ જિલ્લાઓમાં કમોસમી વસસાદની આગાહી

2 અને 3 ફેબ્રુઆરીએ હવામાન વિભાગે માવઠાની આગાહી વ્યક્ત કરી હતી. પરંતુ આગામી સમયમાં સિસ્ટમ નબળી પડતા માવઠાથી રાહત મળશે. અમદાવાદનું લઘુત્તમ તાપમાન સામાન્યથી વધુ રહ્યું. જેમાં અમદાવાદનું 15.9 ડિગ્રી જયારે કેશોદમાં 12.6 ડિગ્રી તાપમાન નોંધાયું હતું. આગામી સમયમાં બે વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ આવવાની શક્યતા સેવાઈ રહી છે. તેમજ ઉત્તર પશ્ચિમ તરફ પવનની દિશા રહેવાની આગાહી કરવામાં આવી છે.

આ સમાચાર શેર કરો