ગુજરાતમાં ફરી ભર શિયાળે માવઠું: આ જિલ્લાઓમાં કમોસમી વસસાદની આગાહી
હવામાન વિભાગ દ્વારા ગુજરાતભરમાં વરસાદની આગાહી કરવામાં આવી છે. હવામાન વિભાગના ડાયરેક્ટર

હવામાન વિભાગ દ્વારા ગુજરાતભરમાં વરસાદની આગાહી કરવામાં આવી છે. હવામાન વિભાગના ડાયરેક્ટર એ. કે. દાસ દ્વારા વેસ્ટન ડિસ્ટર્બન્સ સક્રિય થવાને કારણે ગુજરાત રાજ્યના અનેક જિલ્લાઓમાં કમોસમી વરસાદની આગાહી આપવામાં આવી છે.
આ પણ વાંચો : ગુજરાત ભાજપમાં વધુ એક લેટરકાંડ; 'સંઘવી મારા જૂના મિત્ર, રત્નાકરજીના કહેવાથી ભરત બોઘરાનું રાજકારણ...'
આગામી મહિનાની 2 અને 3 ફેબ્રુઆરીના રોજ માવઠાની આગાહી આપવામાં આવી છે. જેમાં 2 ફેબ્રુઆરીના રોજ અમરેલી, ભાવનગર, નવસારી, વલસાડ, દમણ અને દાદર નગર હવેલીમાં માવઠાની આગાહી આપવામાં આવી છે. જ્યારે 3 ફેબ્રુઆરીના રોજ અમરેલી, ભાવનગર, અરવલ્લી, મહીસાગર, દાહોદમાં કમોસમી વરસાદની આગાહી આપવામાં આવી છે.




