Vav- Tharad: વધુ એક કેનાલમાં ભંગાણ, ખેતરોમાં પાણી ભરાતા ખેડૂતોને મોટા નુકસાનની ભિતી
વાવ -થરાદમાં વધુ એક કેનાલમાં ભંગાણ પડવાની ઘટના સામે આવી છે. સુઈગામ તાલુકાના રડોસણ માઇનોર-2 કેનાલમાં મોટું ગ

વાવ -થરાદમાં વધુ એક કેનાલમાં ભંગાણ પડવાની ઘટના સામે આવી છે. સુઈગામ તાલુકાના રડોસણ માઇનોર-2 કેનાલમાં મોટું ગાબડું પડતા લાખો લિટર પાણીનો વેડફાટ થયો છે. અધિકારીઓ અને કોન્ટ્રાક્ટરની મિલીભગત અને ભ્રષ્ટાચારના કારણે ખેડૂતોને મોટું નુકસાન થવાની ભીતિ સેવાઈ રહી છે.
છેલ્લા 15 દિવસમાં જ 6 થી વધુ સ્થળોએ કેનાલોમાં ભંગાણ સર્જાયા છે. રડોસણ માઇનોર કેનાલમાં યોગ્ય સાફ-સફાઈના અભાવે અને નબળા કામને કારણે મોટું ગાબડું પડ્યું છે. કેનાલનું પાણી ખેતરોમાં ઘૂસી જવાથી ખેડૂતોના એરંડા અને જીરાના મોંઘા પાકને વ્યાપક નુકસાન થવાની ભીતિ છે




