Vav-Tharad News: જસરા ગામે પોલીસ ઇન્સ્પેક્ટરના માતા-પિતાની હત્યા, FSLની ટીમે તપાસ શરૂ કરી
વાવ-થરાદ જિલ્લાના જસરા ગામમાં હત્યાની ચોંકાવનારી ઘટના સામે આવી છે. જ્યા સ્ટેટ મોનિટરિંગ સેલ (SMC)ના પોલ

વાવ-થરાદ જિલ્લાના જસરા ગામમાં હત્યાની ચોંકાવનારી ઘટના સામે આવી છે. જ્યા સ્ટેટ મોનિટરિંગ સેલ (SMC)ના પોલીસ ઇન્સ્પેક્ટર (PI) એ.વી પટેલના માતા-પિતાની અજાણ્યા શખસોએ હત્યા કરી છે. દંપતી ઘરમાં સુતુ હતુ તે દરમિયાન આ ઘટનાને અંજામ આપી આરોપીઓ ફરાર થઈ ગયા હતા. હાલ પોલીસ ઘટનાસ્થળે પહોંચી છે અને મૃતદેહને પોર્સ્ટ મોર્ટમ અર્થે મોકલીને તપાસનો ધમધમાટ શરૂ કર્યો છે.
લૂંટના ઈરાદે હત્યા થઈ !
મળતી માહિતી અનુસાર, જસરા ગામે પીઆઈ એ.વી પટેલના પિતા વર્ધાજી અને માતા હોશીબેન પટેલની હત્યા થઈ છે. રાત્રે દંપતી ઘરમાં સુતુ હતુ અને આ દરમિયાન અચાનક હત્યારાઓ ઘરમાં ઘૂસ્યા અને તિક્ષણ હથિયાર વડે તેની હત્યા કરી હતી. લૂંટના ઈરાદે હત્યા થઈ હોવાની પ્રાથમિક તપાસમાં સામે આવ્યું છે. પોલીસે સમગ્ર ઘટનામાં અજાણ્યા શખસો સામે હત્યાનો ગુનો નોંધી તપાસ શરૂ કરી છે.






