Surendranagar: SIRની કામગીરીનું ભારણ અને તણાવને કારણે વધુ એક BLOની તબિયત કથળી
Another BLO suffers heart attack due to workload and stress of SIR work | ગુજરાતમાં ચાલી રહેલી SIRની કામગીરીએ શિક્ષકોના માથે મોટો બોજ નાખ્યો છે, જેના કારણે શ

ગુજરાતમાં ચાલી રહેલી SIRની કામગીરીએ શિક્ષકોના માથે મોટો બોજ નાખ્યો છે, જેના કારણે શિક્ષકોના સ્વાસ્થ્ય પર ગંભીર અસર પડી રહી છે. ત્યારે હવે મહેસાણા બાદ સુરેન્દ્રનગર જિલ્લાના પાટડીમાં ફરજ બજાવતા BLO શિક્ષકને કામગીરીના ભારણ અને સતત તણાવને કારણે અચાનક હાર્ટએટેક આવતા હોસ્પિટલમાં ખસેડવા પડયા હતા. જ્યાં તેમની તબિયત સારી હોવાનું સામે આવ્યું છે.
પાટડીની મોતીબાઈ કન્યા શાળામાં શિક્ષક તરીકે ફરજ બજાવતા જગમાલભાઈ મકવાણાને ચૂંટણી પંચ દ્વારા ચાલી રહેલી SIRની કામગીરીમાં BLO તરીકેની જવાબદારી સોંપવામાં આવી હતી. છેલ્લા કેટલાક દિવસોથી ચાલી રહેલી આ કામગીરીના અતિશય ભાર અને ઉપરી અધિકારીઓના સતત પ્રેસરને કારણે જગમાલભાઈ મકવાણાની તબિયત અચાનક લથડી હતી.
તબિયત બગડતાં તેમને તાત્કાલિક સારવાર માટે વિરમગામની હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા. જ્યાં તબીબોએ તેમને હાર્ટએટેક આવ્યો હોવાની પુષ્ટિ કરી છે. હાલ તેઓ સારવાર હેઠળ છે.





