મુખ્ય સામગ્રી પર જાઓ
ગુજરાત

સુરતની શાળામાં પર્યાવરણ સંરક્ષણના સંદેશ સાથે વાર્ષિક રમતોત્સવ ઉજવાયો

સુરતની એએમએનએસ ઈન્ટરનેશનલ સ્કૂલે ધોરણ 5 થી12ના વિદ્યાર્થીઓ માટે વાર્ષિક રમતોત્સવનું આયોજન કર્યુ હતુ

સુરતની શાળામાં પર્યાવરણ સંરક્ષણના સંદેશ સાથે વાર્ષિક રમતોત્સવ ઉજવાયો

સુરતની એએમએનએસ ઈન્ટરનેશનલ સ્કૂલે ધોરણ 5 થી12ના વિદ્યાર્થીઓ માટે વાર્ષિક રમતોત્સવનું આયોજન કર્યુ હતું. જેમાં રમતના ગમતની પ્રતિભા સાથે પર્યાવરણના સંરક્ષણ માટે મજબૂત સંદેશ આપવામાં આવ્યો હતો. આ વર્ષે રમતોત્સવની થીમ "પર્યાવરણીય સ્થિરતા" હતી.

આ પણ વાંચોઃ સુરતમાં ગળે ન ઉતરે તેવા કારણમાં સામૂહિક હત્યા, સામાજિક વિટંબણાએ હસતાં-રમતાં પરિવારનો માળો વિખેર્યો

પોલીસ કમિશનર રહ્યા હાજર

રમતોત્સવની શરૂઆત ભવ્ય પરેડ સાથે થઈ, જેનું નેતૃત્વ NCC કેડેટ્સ, રાજ્ય સ્તરના ખેલાડીઓ અને શાળાના 4હાઉસ-એમરાલ્ડ, રૂબી, ટોપાઝ અને સફાયર દ્વારા કરવામાં આવ્યું હતું. વિદ્યાર્થીઓએ “નદી બચાવો,” “જમીન પુનઃસ્થાપન”,“જીવનપુનઃરૂત્થાન”, “પ્રકૃતિના રક્ષક”,અને “શુદ્ધ હવા: નવીનઊર્જા” જેવા સ્લોગન્સ સાથે પર્યાવરણ પ્રત્યેની તેમની પ્રતિબદ્ધતા દર્શાવી હતી.અતિથિ વિશેષ અને સુરતના પોલીસ કમિશનર અનુપમસિંહ ગહેલોતે પોતાના ઉદ્દબોધન દરમિયાન વિદ્યાર્થીઓ અને વાલીઓને માર્ગ સુરક્ષાના નિયમોનું પાલન કરવા અનુરોધ કર્યો હતો અને આ ડિજિટલ યુગમાં સાયબર સાવચેતતાની મહત્તા પર પ્રકાશ પણ પાડ્યો હતો.

પર્યાવરણના મહત્વને ઉજાગર કરાયું

સ્કૂલના આચાર્યસુનિતા મટુએ પોતાના ઉદ્દબોધન દરમિયાન સ્પોર્ટ્સ ડેની થીમ પ્રમાણેસંસ્કૃત વાક્ય "પૃથિવ્યાં રક્ષણં સર્વેષાં ધર્મઃ" (પૃથ્વીનું રક્ષણ સર્વનો ધર્મ છે) ના સંદેશા પર ભાર મુક્યો હતો. આ પ્રસંગે વિવિધ કાર્યક્રમો યોજાયાહતા.જેમાં પર્યાવરણના મહત્વને ઉજાગર કરવામાં આવ્યુંહતું."યોગ-નાટ્યમ" દ્વારા નદી સંરક્ષણ, "રિંગ ડ્રિલ્સ","સ્ટિક એક્સર્સાઇઝ" અને "વાંસના કાર્યક્રમો" દ્વારા પર્યાવરણનું સંરક્ષણ, શક્તિ અને સહનશીલતાનુંવિદ્યાર્થીઓ દ્વારાપ્રદર્શન કરવામાં આવ્યુંહતું. સંકલિત એરોબિક્સ પ્રદર્શન દ્વારા શુદ્ધ હવાના મહત્વ પર ભાર મૂકવામાં આવ્યો હતો.

આ સમાચાર શેર કરો