મુખ્ય સામગ્રી પર જાઓ
ગુજરાત

અંકલેશ્વર / ટેન્કર સાફ કરવા ઉતરેલા 2 ડ્રાઈવરનું ગેસ ગળતરથી મોત, 2ની હાલત ગંભીર

અંકલેશ્વરની એચ.બી. રોડ લાઇન્સ એન્ડ વોટર સપ્લાય ટ્રાન્સપોર્ટમાં ટેન્કર સાફ કરવા ઉતરેલા એક પછી એક 4 ડ્રાઈવ

અંકલેશ્વર / ટેન્કર સાફ કરવા ઉતરેલા 2 ડ્રાઈવરનું ગેસ ગળતરથી મોત, 2ની હાલત ગંભીર

અંકલેશ્વરની એચ.બી. રોડ લાઇન્સ એન્ડ વોટર સપ્લાય ટ્રાન્સપોર્ટમાં ટેન્કર સાફ કરવા ઉતરેલા એક પછી એક 4 ડ્રાઈવરને ગેસની અસર થઇ હતી, જે પૈકી એક ડ્રાઈવરનું સ્થળ પર જ મોત નીપજ્યું હતું જ્યારે અન્ય 3 કામદારોને સારવાર અર્થે ખસેડવામાં આવ્યા હતા. સારવાર હેઠળ રહેલા વધુ એક કામદારનું મોત નીપજ્યું હતું. GIDC  પોલીસે ગુન્હો  નોંધી FSLની મદદથી  તપાસ શરુ કરી છે.

અંકલેશ્વર  GIDCમાં આવેલ માધવ ઇન્ડસ્ટ્રીયલ પાર્કમાં પ્લોટ નંબર 1 અને 2 પર આવેલ એચ.બી રોડ લાઇન્સ એન્ડ વોટર સપ્લાય ટ્રાન્સપોર્ટમાં  ગત 2જી મેના રોજ ડ્રાઈવર સુનિલ રાજારામ ટેન્કરમાં ઉતરતા ગેસની અસર થતા ટેન્કરમાં બેભાન થઇને પડી ગયો હતો. તેને બહાર કાઢવા ભાવિન હરિ શ્યામ પાલ અંદર ઉતરતા તેને ગેસ અસર થઇ હતી અને ચક્કર ખાઈને અંદર પડી ગયો હતો. 

સુનિલ અને ભાવિન બંનેને  બહાર કાઢવા રાહુલ હરિરામ પાલ અને રાજુ  સુરેશ મિસ્ત્રી પણ ગયા હતા તેમને પણ ગેસની અસર થઇ હતી. જે પૈકી સુનિલ રાજારામ પાલનું સ્થળ પર મોત થયું હતું જ્યારે અન્ય ત્રણ ડ્રાઈવરોને  સારવાર  હેઠળ ખસેડવામાં આવ્યા હતા.

બે દિવસની સારવાર બાદ ભાવિન હરિ શ્યામ પાલનું પણ મોત નીપજ્યું હતું. ઘટના અંગે GIDC પોલીસ મથકે ગિરજાશંકર  પાલે  GIDC પોલીસ મથકે જાણ કરતા પોલીસ કાફલો દોડી આવ્યો હતો અને અકસ્માતે મોતનો ગુન્હો  નોંધી FSLની મદદથી વધુ તપાસ હાથ ધરી છે.

આ સમાચાર શેર કરો