હાઈકોર્ટના હુકમનું પાલન ન થતાં આંગણવાડી બહેનો ઉતરી રસ્તા પર, સુરતમાં રેલી યોજીને કરી આ માગ
સુરતના રસ્તા પર ફરી એકવાર આંગણવાડીની બહેનો ફરી એકવાર રસ્તા પર ઉતરી હતી. આંગણવાડ

સુરતના રસ્તા પર ફરી એકવાર આંગણવાડીની બહેનો ફરી એકવાર રસ્તા પર ઉતરી હતી. આંગણવાડીની બહેનોએ પોતાના વેતન સહિતના પ્રશ્નો મુદ્દે રેલી યોજી હતી. જેમાં આંગણવાડીની બહેનો મોટી સંખ્યામાં રસ્તા પર ઉતરી હતી. જેમણે શાંતિપ્રિય રીતે નારેબાજી કરીને પોતાનો અવાજ બુલંદ બનાવવા પ્રયાસ કર્યો હતો.
નારેબાજી કરાઈ
અઠવાલાઈન્સી ક્લેક્ટર કચેરી સુધી રેલી યોજાઈ હતી. જેમાં સરકાર દ્વારા લઘુતમ વેતન સત્વરે આપવાની મુખ્ય માગ કરવામાં આવી હતી. બહેનોએ એક જ સરખી સાડી પહેરીને પોતાની એકતા દર્શાવી હતી. સાથે જ કલેક્ટર કચેરીએ પહોંચીને નારેબાજી પણ કરી હતી. બહેનોએ નારાઓ લગાવતા કહ્યું કે, અમે અમારો હક્ક માગીએ છીએ.
ઉગ્ર આંદોલનની ચીમકી
સીમાબેને કહ્યું કે, ગુજરાત હાઈકોર્ટ દ્વારા 15મીના રોજથી અમારા તરફી ચુકાદો આપવામાં આવ્યો છે. તેમ છતાં સરકાર દ્વારા તેનો કોઈ જ પરિપત્ર કે પાલન કરાવવામાં આવતું નથી. જેથી અમે અમારી માગ માટે રસ્તા પર ઉતર્યા છીએ.પરંતુ રાજ્ય સરકાર જો અમારી માગને ધ્યાનમાં નહી લે તો આગામી સમયમાં અમે ઉગ્ર આંદોલન કરીશું.








