માં કામલ સંસ્થામાં માન્યતા વગરની ઠરતા વિદ્યાર્થીઓ મુશ્કેલીમાં, સુરતમાં વિદ્યાર્થીઓએ કમિશનરને આપ્યું આવેદન
ગુજરાત સરકાર દ્વારા રાજ્યમાં ચાલતી માન્યતા વગરની માં કામલ સંસ્થાને ગેરલાયક ઠેરવી છે

ગુજરાત સરકાર દ્વારા રાજ્યમાં ચાલતી માન્યતા વગરની માં કામલ સંસ્થાને ગેરલાયક ઠેરવી છે. જેથી આ ઈન્સ્ટિટ્યુટમાં અભ્યાસ કરતાં વિદ્યાર્થીઓના ભવિષ્યને લઈને પ્રશ્નો ઉભા થયા છે. વિદ્યાર્થીઓએ આજે પોલીસ કમિશનર ખાતે પહોંચીને પોતાની રજૂઆત કરી હતી. સાથે જ સંસ્થા દ્વારા બેંગ્લોર લઈ જઈને થતી હેરાનગતિ અંગે પણ રજૂઆત કરી હતી.
આ પણ વાંચોઃ સુરતમાં ટ્રાફિક સમસ્યાથી પોલીસ કમિશનર ઉતર્યા રોડ પર, લોકોના સજેશનથી લીધો આ નિર્ણય
વિદ્યાર્થિનીઓએ કર્યા આક્ષેપ
નર્સિંગનો અભ્યાસ કરાવતી માં કામલ સંસ્થાનો વિવાદ મામલો હવે વધુ ચગ્યો છે. સુરતમાં ચાલતી માં કામલ સંસ્થામાં અભ્યાસ કરતી વિદ્યાર્થિનીઓ આજે સામે આવી હતી. સુરત પોલીસ કમિશનર કચેરી ખાતે રજૂઆત કરવા વિદ્યાર્થિનીઓ પહોંચી હતી. માં કામલ સંસ્થા દ્વારા નર્સિંગનો અભ્યાસ કરાવાય છે. પરીક્ષા આપવા બેંગ્લોર મોકલાય છે. જ્યાં તેમને હેરાન કરાતી હોવાનું કહ્યું હતું.
લડત ચલાવાશે
ગુજરાત સરકાર દ્વારા આવી કોઈ રીતે એડમિશન અને અભ્યાસ કરાવતી સંસ્થાને માન્યતા આપવામાં આવી નથી. માં કામલ સંસ્થાની સુરત વ્યારા અને રાજપીપળામાં ઇન્સ્ટિટયૂટ છે. રાજપીપળાની ઇન્સ્ટિટ્યૂટને ગુજરાત સરકારે માન્યતા વગરની ઠેરાવી છે. એનએસયુઆઈ દ્વારા વિદ્યાર્થીઓ માટે લડત ચલાવવામાં આવશે તેમ જણાવવામાં આવ્યું હતું.








