મુખ્ય સામગ્રી પર જાઓ
ગુજરાત

રાજ્યમાં પ્રતિ કલાકે સરેરાશ 18 વ્યક્તિને માર્ગ અકસ્માતમાં ઈજા, સૌથી વધુ અમદાવાદમાં

ગુજરાતમાં માર્ગ અકસ્માતની ઘટનામાં સતત વધારો થઈ રહ્યો છે. આ વર્ષે પ્રથમ સાત મહિ

રાજ્યમાં પ્રતિ કલાકે સરેરાશ 18 વ્યક્તિને માર્ગ અકસ્માતમાં ઈજા, સૌથી વધુ અમદાવાદમાં

ગુજરાતમાં માર્ગ અકસ્માતની ઘટનામાં સતત વધારો થઈ રહ્યો છે. આ વર્ષે પ્રથમ સાત મહિનામાં જ માર્ગ અકસ્માતમાં 93 હજાર લોકોને ઈજા થયેલી છે. આ સ્થિતિએ ગુજરાતમાં પ્રતિ કલાકે 18 લોકોને માર્ગ અકસ્માતમાં ઈજા થાય છે. માર્ગ અકસ્માતથી ઈજાના સૌથી વધુ કેસમાં અમદાવાદ 15489 કેસ નોંધાયેલા છે.  આમ, અમદાવાદમાં પ્રતિ કલાકે સરેરાશ 3 વ્યક્તિને ઇજા થતી હોય છે.

મહિનો ગુજરાત અમદાવાદ
જાન્યુઆરી 13,709 2,527
ફેબ્રુઆરી 13,335 2,129
માર્ચ 14,244 2,318
એપ્રિલ 12,995 2,135
મે 13,926 2,157
જૂન 13,096 2,065
જુલાઈ  11,678 2,158
કુલ 92,983 15,489

આ અંગે ઈમરજન્સી સેવા ‘108’ પાસેથી પ્રાપ્ત માહિતી અનુસાર ગુજરાતમાં જુલાઈ મહિનામાં માર્ગ અકસ્માતથી ઈજાની 11678 ઘટના નોંધાઇ હતી. રાહતની વાત એ છે કે, આ વર્ષે માર્ગ અકસ્માતથી ઈજાની સૌથી ઓછી ઘટના જુલાઈમાં થઈ હતી. આ વર્ષે માર્ગ અકસ્માતથી ઈજાની સૌથી વધુ 13926 ઘટના મે મહિનામાં થયેલી હતી.

2022માં ગુજરાતમાં માર્ગ અકસ્માતની કુલ 15751 ઘટના

તાજેતરમાં રાજ્યસભામાં રજૂ થયેલા અહેવાલ અનુસાર વર્ષ 2022માં ગુજરાતમાં માર્ગ અકસ્માતની કુલ 15751 ઘટના નોંધાઈ હતી. આ  સ્થિતિએ પ્રતિ કલાકે ગુજરાતમાં પ્રતિ કલાકે સરેરાશ 1.79 માર્ગ અકસ્માત થાય છે.

આ સમાચાર શેર કરો