રાજ્યમાં પ્રતિ કલાકે સરેરાશ 10 વ્યક્તિ હૃદયની સમસ્યાનો શિકાર, આ વર્ષે ઓગસ્ટમાં સૌથી વધુ કેસો નોંધાયા
ગુજરાતમાં હૃદયને લગતી ઈમરજન્સીના કેસમાં ચિંતાજનક વધારો યથાવત છે. છેલ્લા 8 મહિન

ગુજરાતમાં હૃદયને લગતી ઈમરજન્સીના કેસમાં ચિંતાજનક વધારો યથાવત છે. છેલ્લા 8 મહિનામાં જ હૃદયને લગતી ઈમરજન્સીના કુલ 54721 કેસ નોંધાયા છે. આ સ્થિતિએ પ્રતિ દિવસે સરેરાશ 225 જ્યારે પ્રતિ કલાકે સરેરાશ 10 વ્યક્તિને હૃદયની સમસ્યાનો સામનો કરવો પડે છે. ગત વર્ષે પ્રથમ 8 મહિનામાં હૃદયને લગતી ઈમરજન્સીના 46868 કેસ નોંધાયા હતા. આમ, ગત વર્ષની સરખામણીએ હૃદયને લગતી ઈમરજન્સીના કેસમાં 15 ટકાથી વઘુનો વધારો થયો છે.
કયા જિલ્લામાંથી હૃદયની ઈમરજન્સીના સૌથી વઘુ કેસ
| જિલ્લો | કેસ |
| અમદાવાદ | 16200 |
| સુરત | 4491 |
| રાજકોટ | 3578 |
| વડોદરા | 2797 |
| ભાવનગર | 2754 |
ઈમરજન્સી સેવા ‘108’ પાસેથી પ્રાપ્ત માહિતી અનુસાર ગુજરાતમાં ઓગસ્ટ મહિનામાં હૃદયની સમસ્યાના 7541 કેસ નોંધાયેલા છે. આ વર્ષે એક જ મહિનામાં નોંધાયેલા આ સૌથી વઘુ કેસ છે. આમ, ઓગસ્ટ મહિનામાં દરરોજ સરેરાશ 243 વ્યક્તિ હૃદયની સમસ્યાનો શિકાર બની છે. આ વર્ષે એક જ મહિનામાં 7 હજારથી વઘુ કેસ નોંધાયા હોય તેવું માર્ચ, મે અને જુલાઇમાં બન્યું છે.
ગુજરાતમાં છેલ્લા 8 મહિનામાં હૃદયની સમસ્યાના ઈમરજન્સી કેસ
| મહિનો | ગુજરાત |
અમદાવાદ |
| જાન્યુઆરી | 6719 | 1938 |
| ફેબ્રુઆરી | 6656 | 1950 |
| માર્ચ | 7029 | 2050 |
| એપ્રિલ | 5907 | 1705 |
| મે | 7175 | 2149 |
| જૂન | 6561 | 1992 |
| જુલાઇ | 7133 | 2124 |
| ઓગસ્ટ | 7541 | 2294 |
| કુલ | 54,721 | 16,200 |
(* 108 પાસેથી પ્રાપ્ત વિગત અનુસાર.)
આ વર્ષે પ્રથમ 8 મહિનામાં જે જિલ્લામાં સૌથી વઘુ કેસ નોંધાયા હોય તેમાં અમદાવાદ 16200 સાથે મોખરે છે. આ સ્થિતિએ અમદાવાદ જિલ્લામાં પ્રતિ દિવસે 67 વ્યક્તિને હૃદયની ઈમરજન્સી સારવાર લેવી પડી છે. સૌથી વઘુ કેસ નોંધાયા હોય તેવા જિલ્લામાં સુરત 4491 સાથે બીજા, રાજકોટ 3578 સાથે ત્રીજા, વડોદરા 2797 સાથે ચોથા ભાવનગર 2754 સાથે પાંચમાં, જામનગર 2040 સાથે છઠ્ઠા જ્યારે જુનાગઢ 2006 સાથે સાતમાં સ્થાને છે. સૌથી ઓછા 435 કેસ પાટણમાં નોંધાયા છે.






